હેલ્પ લાઇન (સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦) 81608 80331,81608 53877,81608 09253

  1. પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે અહીં કલીક કરો......
  2. ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે (અગાઉ મૂકેલ છે તે ઉપરાંત વધારાના) અહીં કલીક કરો......
:: તા.૧૫.૦૪.૨૦૨૪ ::

અરજી કરવા માટે જરૂરી સુચના

તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૧૫/૦૪/૨૦૨૪ના બપોર સુધીમાં ૪,૫૯,૬૦૯ અરજીઓ થયેલ છે તે પૈકી ૩,૬૭,૦૭૬ અરજીઓ કન્ફર્મ થયેલ છે.

જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, કારણ કે જો પાછળના દિવસોમાં વધારે પ્રમાણમાં અરજીઓ કરવાનો પ્રયાસ થશે તો OJAS પોર્ટલ ઉપર લોડ વધવાની શકયતાને કારણે અરજી કરવાથી વંચીત રહી જવાની શકયતા છે. અરજી કરવાની છેલ્લી તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ હજી પણ ૧૫ (પંદર) દિવસ બાકી છે જે સમય પર્યાપ્ત છે. પાછળથી ભોગે સમય વધારવામાં આવશે નહીં અને વધારાના સર્વર પણ મૂકવામાં આવશે નહીં. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.

અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી.


:: તા.૧૨.૦૪.૨૦૨૪ ::

પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક

લોકરક્ષક તથા પો.સ.ઇ. ભરતીના ઉમેદવારો ૫રીક્ષાની તૈયારીનું આગોતરૂ આયોજન કરી શકે તે માટે ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક આ સાથે મુકવામાં આવેલ છે.

આ અંદાજિત સમય૫ત્રક છે, જુદા જુદા કારણોસર તેમાં ફેરફાર થઇ શકે છે. પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક માટે અહીં કલીક કરો......


ઘોરણ-૧ર પાસ કર્યા વિના બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીથી સ્નાતક થતાં ઉમેદવારો માટે માર્ગદર્શન

કેટલાક ઉમેદવારો કે જેઓએ ઘોરણ-૧ર પાસ કર્યા વિના બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીનો બેચલર પ્રિપેરેટીવ પ્રોગ્રામ (BPP) બી.એ. / બી.કોમ. જેવો અભ્યાસ કરેલ છે, તેવા ઉમેદવારો લોકરક્ષક / પો.સ.ઇ.માં અરજી કરી શકે કે કેમ?

બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીની માર્ગદર્શન પુસ્તિકામાં સ્નાતક ૫દવી માટેના પ્રારંભિક અભ્યાસક્રમ અંગેનું સાહિત્ય વંચાણે લેતાં બેચલર પ્રિપેરેટીવ પ્રોગ્રામ ઘોરણ-૧ર સમકક્ષ નથી. જેથી બી.પી.પી. પાસ કરનાર ઉમેદવાર કે જેણે ઘોરણ-૧ર પાસ કરેલ ન હોય અથવા તો ઘોરણ-૧ર પાસને સમકક્ષ ગણાતો ડિપ્લોમા / આઇ.ટી.આઇ. પાસ કરેલ ન હોય તો તે લોકરક્ષકમાં અરજી કરી શકશે નહીં કારણ કે તેણે ઘોરણ-૧ર સમકક્ષ ૫રીક્ષા પાસ કરેલ નથી.

૫રંતુ જો બી.પી.પી. કર્યા બાદ ઉમેદવારે બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીમાં સ્નાતક એટલે કે બી.એ. / બી.કોમ. જેવો અભ્યાસક્રમ કરેલ હોય તો તે ઉમેદવાર પો.સ.ઇ. માટે અરજી કરી શકશે.

આવા ઉમેદવારે ઘોરણ-૧ર સમકક્ષની માર્કશીટને બદલે સ્નાતકના છેલ્લા વર્ષની માર્કશીટ અ૫લોડ કરવાની રહેશે તથા તેમાં દર્શાવ્યા મુજબનું નામ અરજીમાં ભરવાનું રહેશે.

બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટી અંગે ઉમેદવારો ઘ્વારા મળેલ રજૂઆતના આઘારે ચકાસણી કરી ઉ૫રોકત વિગતો મુકેલ છે. કોઇ ઉમેદવાર પાસે આ પ્રકારની અન્ય યુનિવર્સીટીની કોઇ ડિગ્રી હોય તો તેના પ્રમાણ૫ત્રો તથા યુનિવર્સીટીના અભ્યાસક્રમ સાથે ભરતી બોર્ડનો રૂબરૂ સં૫ર્ક કરવાથી તેઓને વઘુ માર્ગદર્શન આપી શકાશે.

બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીના અભ્યાસક્રમની માહિતી માટે અહીં કલીક કરો......


મેડીકલ ચકાસણી

ઉમેદવારો તરફથી ભરતી પ્રક્રિયામાં પસંદગી થયા બાદ તબીબી પરીક્ષણને લગત નીચે જણાવ્યા મુજબના પ્રશ્નો અમારી સમક્ષ આવેલ છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય વિભાગના મેડીકલ બોર્ડને પત્ર લખવામાં આવનાર છે. જેથી નીચે જણાવેલ પ્રશ્નો સિવાય તબીબી પરીક્ષણને લગત જો કોઇ અન્ય પ્રશ્ન હોય તો દિન-૨માં જણાવવુ.

  1. જો જુનુ અસ્થીભંગ હોય અને દોડ પુરી કરી શકતા હોય તો માન્ય રહે કે કેમ?
  2. શરીરના કોઇપણ ભાગે ટેટુ કે છૂંદણા હોય તો માન્ય રહે કે કેમ?
  3. આંખના નંબર હોય તો માન્ય રહે કે કેમ? જો આંખના નંબર હોય તો કેટલા નંબર સુધી માન્ય રહેશે?
  4. દાંત તુટેલા હોય તો માન્ય રહે કે કેમ?
  5. જમણો હાથ વાપરનારની પ્રથમ આંગળી અડધી કપાઇ ગયેલ છે માન્ય રહે કે કેમ?
  6. હાથના ભાગે કે પગના ભાગે કોઇ ઓપરેશન કરાવેલ હોય તો માન્ય રહે કે કેમ?

:: તા.૧૦.૦૪.૨૦૨૪ ::

ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવા બાબતે જરૂરી સુચના

ભરતી બોર્ડ ધ્વારા તા.૦૧/૦૪/૨૦૨૪ નારોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ જાહેરાત અંગેની સુચનાઓમાં મુદદા નંબરના ખાસ નોંધ માં (એ) માં જણાવ્યા મુજબ “ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.” તેમ જણાવેલ છે.

તેમ છતાં હેલ્પલાઇન ઉપર નીચે મુજબની રજુઆતો મળેલ છે.

  1. બિન હથિયારી પો.સ.ઇ.ની જગ્યા માટે શૈક્ષણીક લાયકાતનું ધોરણ સ્નાતક હોવાથી ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવી કે સ્નાતકની માર્કશીટ અપલોડ કરવી?
  2. લોકરક્ષક કેડરમાં ડિપ્લોમાં કરેલ ઉમેદવારોએ ધોરણ-૧૨ સમકક્ષનું પ્રમાણપત્ર અપલોડ કરવુ કે ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ અપલોડ કરવી?

ઉપરોકત બંન્ને કિસ્સામાં ઉમેદવારોએ ધોરણ-૧૨ની માર્કશીટ અથવા ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ જ અપલોડ કરવાની છે.

જો કોઇ ઉમેદવારે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષની માર્કશીટના બદલે સમકક્ષ પ્રમાણપત્ર (ઇકવીલેન્ટ સર્ટીફિકેટ) અથવા સ્નાતકની માર્કશીટ અપલોડ કરી હશે તો અરજી માન્ય રહેશે નહીં, જેથી આવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરીને ફી પણ ભરવાની રહેશે.


:: તા.૦૯.૦૪.૨૦૨૪ ::

કેટલાક ઉમેદવારો ૫ગારઘોરણ વિશે જાણવા માગે છે, જેની વિગતો નીચે મુજબ છે.

સરકારશ્રીના નાણાં વિભાગ, ગાંધીનગરના તા.૧૮.૧૦.૨૦૨૩ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/ ૨૦૦૨/૫૭/પાર્ટ-૪/ઝ.૧ માં જણાવ્‍યા મુજબ કરારના સમયગાળા દરમ્યાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરમાં માસિક રૂ.૪૯,૬૦૦/- તથા લોકરક્ષક સંવર્ગમાં માસિક રૂ.૨૬,૦૦૦/- ના એકત્રિત વેતન તેમજ સરકારશ્રી જો કોઇ બીજા ભથ્થા નક્કી કરે તો તે મુજબના વેતનથી ફિકસ્ડ પગાર જ મળવાપાત્ર થશે અને કરારના સમયગાળા દરમ્યાન સંતોષકારક રીતે નોકરી પૂર્ણ કરશે તો જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં (પગાર ધોરણ નીચે દર્શાવ્યા મુજબ છે.) નિયમિત નિમણુંક મળવાપાત્ર થશે.

  1.     બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર:    ૩૯,૯૦૦ – ૧,૨૬,૬૦૦
  2.     લોકરક્ષક સંવર્ગ:                                        ૧૮,૦૦૦ – ૫૬,૯૦૦

:: તા.૦૮.૦૪.૨૦૨૪ ::

ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે હેલ્પ લાઇન શરૂ કરવામાં આવેલ છે, જેના મોબાઇલ નંબરો નીચે જણાવ્યા મુજબ છે. આ હેલ્પ લાઇન જાહેર રજાના દિવસો સિવાય સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.

  1. 81608 80331
  2. 81608 53877
  3. 81608 09253

:: તા.૦૬.૦૪.૨૦૨૪ ::

તા.૧૩.૦૩.ર૦ર૪ ના રોજ વર્તમાન૫ત્રમાં બહાર પાડવામાં આવેલ લોકરક્ષક તથા પી.એસ.આઇ. ની ભરતીની જાહેરાતમાં બિનઅનામત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગ આ બંને કેટેગરી વિશે કેટલાક ઉમેદવારોને ગેરસમજ હોવાની અત્રે રજૂઆત મળેલ છે. જેથી ઉમેદવારોની જાણ માટે નીચે મુજબની સ્પષ્ટતા બહાર પાડવામાં આવે છે.

  1. જાહેરાતમાં જયાં બિનઅનામત વર્ગ દર્શાવેલ છે ત્યાં બિનઅનામત વર્ગ એટલે કે જેમનો અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) , સામાજિક અને શૈક્ષણિક ૫છાત વર્ગ (SEBC) કે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માં સમાવેશ થતો નથી અને તેની અનામતનો લાભ મળતો નથી, તેવો ઓ૫ન કેટેગરી અથવા જનરલ કેટેગરી અથવા સામાન્ય વર્ગ.
  2. આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે EWS કેટેગરી એટલે કે બિનઅનામત વર્ગના જે લોકો આર્થિક રીતે નબળા વર્ગના હોવાના કારણે તેમને EWS નો લાભ મળવાપાત્ર છે તે.

બિનઅનામત વર્ગ એટલે કે જેમને SC, ST, SEBC નો લાભ મળતો નથી, ૫રંતુ સરકારશ્રીએ નકકી કરેલા મા૫દંડો મુજબ આર્થિક રીતે નબળા વર્ગમાં એટલે કે EWS માં જેનો સમાવેશ થાય છે તે.


:: તા.૦૩.૦૪.૨૦૨૪ ::

પોલીસ ભરતી બોર્ડની ઓનલાઇન અરજી કન્ફર્મ કર્યા બાદ જે ઉમેદવારોએ ફીના નાણાં ભરવાના છે તેવા ઉમેદવારોએ SBIepay નું પેઇજ ખુલે તેમાં કયા મોડથી ફી ભરવાની છે તેની માહિતી આવશે તેમાં (1) UPI (2) Internet Banking તથા (3) Debit/Credit/Prepaid Cards મોડ હશે.

Debit/Credit/Prepaid Cards પૈકી જે ઉમેદવારોએ Debit Card થી ફી ભરવાની છે તેમાં ફકત Rupay Debit Card સિવાય અન્ય કોઇ Debit Card થી ફી ભરી શકાશે નહીં જે ધ્યાને લેવુ


:: તા.૦૧.૦૪.૨૦૨૪ ::

તા.૧૪.૦૩.૨૦૨૪ નારોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગેની સુચનાઓમાં નીચે જણાવ્યા મુજબ જરૂરી સુધારા કરવામાં આવેલ છે.

(૮.૨૦)     પોલીસ કે સરકારી ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહિં. ભરતીના કોઇપણ તબક્કે આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ્દ કરવાને પાત્ર રહેશે.

તેને બદલે હવે નીચે જણાવેલ ફકરો વાંચવાનો રહેશે.

(૮.૨૦)    ગેરરીતિ સબબ તમામ સરકારી ભરતી માટે ગેરલાયક ઠરેલ ઉમેદવારો અથવા પોલીસ ભરતી બોર્ડની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહિં. ભરતીના કોઇપણ તબક્કે આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ્દ કરવાને પાત્ર રહેશે.

અન્ય કોઇ એક જ ભરતી બોર્ડ (મંડળ)ની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો જો પોલીસ ભરતી માટે ગેરલાયક ઠરેલ ન હોય તો આ ભરતીમાં અરજી કરી શકશે.

૭.૭    માં નીચે જણાવેલ ફકરો ઉમેરવામાં આવેલ છે.

મૂળ ગુજરાતનાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ, અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોને જ અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે.

સુધારા સાથેની વિગતવારની સુચનાઓ જોવા માટે અહીં કલીક કરો......


:: ૧૪.૦૩.૨૦૨૪ ::

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની વિગતવાર સુચનાઓ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની તા.૧૨/૦૩/૨૦૨૪ નારોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ સુચનાઓની નોંધ (ર) માં જાહેરાત અંગેની વિગતવારની સુચનાઓ આ વેબસાઇટ પર ટુંક સમયમાં મૂકવામાં આવનાર છે તેમ જણાવેલ હતુ. ઓનલાઇન અરજીઓ સ્વીકારવા માટેની કાર્યવાહીમાં ઉમેદવારોને સરળતા રહે તે હેતુથી વિગતવારની સુચનાઓ મૂકવામાં આવે છે,

વિગતવારની સુચનાઓ જોવા માટેઅહીં કલીક કરો......


:: ૧૨.૦૩.૨૦૨૪ ::

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની સુચનાઓ

  • ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે દૈનિક અખબારમાં આપવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 જોવા માટે અહીં કલીક કરો......

  • પો.સ.ઇ. કેડરના પરીક્ષા નિયમો (Combined Competitive Examinations Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • બિન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર માટેના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમો (Combined Competitive Examinations Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • જેલ સિપોઇ (પુરૂષ) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • જેલ સિપોઇ (મહિલા) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......

  • નોંધઃ

    (૧) OJAS વેબ સાઇટ પર ઓનલાઇન અરજીઓ તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ સ્વીકારવા અંગેની કાર્યવાહી ચાલુ થવાની સંભાવના છે.

    (૨) જાહેરાત અંગેની વિગતવારની સુચનાઓ આ વેબસાઇટ પર તથા OJAS વેબ સાઇટ પર ટુંક સમયમાં મૂકવામાં આવનાર છે.

    (૩) ગુજરાત પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ કાર્યરત ન થાય ત્યાં સુધી અગત્યની માહિતી આ જ વેબસાઇટ પર મૂકવામાં આવશે.

હેલ્‍પ લાઇન
હેલ્‍પ લાઇન નંબર :

સવારના કલાક : ૧૦.૩૦ થી સાંજના કલાક ૦૬.૦૦ સુધી
(રવિવાર તથા જાહેર રજાના દિવસ સિવાય)

અમારો સંપર્ક કરો
લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી,
બંગલા નં.ગ-૧ર, સેકટર-૯, સરિતા ઉદ્યાનની નજીક, ગાંધીનગર – ૩૮ર૦૦૭
જાહેર માહિતી અપીલ અધિકારી:
શ્રી વાબાંગ જામીર, આઇ.પી.એસ.,
સભ્ય લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક, ઇન્ટેલીજન્સ-૧, ગુ.રા., ગાંધીનગર
જાહેર માહિતી અધિકારીઃ
શ્રી સમીર જોશી,
સભ્‍ય લોકરક્ષક ભરતી બોર્ડ અને નાયબ સચિવ, (ફરીયાદ અને નશાબંધી), ગૃહવિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર.
મદદનીશ જાહેર માહિતી અધિકારીઃ
શ્રી હિરેન લેઉવા,
સીનીયર કલાર્ક, લોકરક્ષક ભરતી બોર્ડ-ર૦ર૧, ગાંધીનગર.