લોકરક્ષક ભરતી બોર્ડ-૨૦૨૧

બંગલા નંબરઃ ગ-૧૩, સેકટર-૯,

સરિતા ઉધાનની નજીક, ગાંધીનગર – ૩૮૨૦૦૯

જાહેરાત ક્રમાંક : LRB/202122/2

ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓમાં સીધી ભરતી માટેની સુચનાઓ : -

સરકારશ્રીના ગૃહવિભાગ, ગાંધીનગરના તા.૨૭/૧૨/૨૦૧૯ના ઠરાવ ક્રમાંકઃ મહક/ ૧૦૨૦૧૯/૫૭૦૨૩૫/સ તથા તા.૧૩/૧૧/૨૦૨૦ અને તા.૦૯/૦૩/૨૦૨૧ ના સરખા ક્રમાંકના ઠરાવથી નીચે જણાવ્યા મુજબ લોકરક્ષક ભરતી બોર્ડની રચના કરવામાં આવેલ છે.

નં.

અધિકારીશ્રીનુ નામ

હોદ્દો

શ્રી હસમુખ પટેલ,IPS

અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને મેનેજીંગ ડાયરેકટર, ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ, ગાંધીનગર.

શ્રી વાબાંગ જામીર, IPS

સભ્ય, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક, ઇન્ટેલીજન્સ-૧, ગુજરાત રાજય, ગાંધીનગર.

શ્રી નીરજકુમાર બડગૂજર, IPS

સભ્ય, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ અધિક્ષક, સાબરકાંઠા (હિંમતનગર)

ર્ડા. લીના પાટીલ, IPS

સભ્ય, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ અધિક્ષક, પંચમહાલ (ગોધરા)

નાયબ સચિવશ્રી,
(ફરિયાદ અને નશાબંધી) હોદ્દા જોગ

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર.

(૧) ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્ધારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.૨૩/૧૦/૨૦૨૧ (બપોરના ૧પ.૦૦ કલાક) થી તા.૦૯/૧૧/૨૦૨૧ (રાત્રિના ૧૧.૫૯ કલાક સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ પોલીસ ભરતીની જાહેરાત ના પેજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી સંપૂર્ણપણે કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે માંગવામાં આવે ત્યારે રજુ કરવાની રહેશે. ટપાલથી કે રૂબરૂ મોકલવામાં આવેલ અરજીપત્રકો ધ્યાને લેવામાં આવશે નહીં તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

ઓનલાઇન મુસદ્દા મુજબ અરજી કરેલ ન હોય, અરજીમાં દર્શાવેલ વિગતો અધુરી કે અસંગત હોય, સામાન્ય વર્ગના ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય તો આવા તમામ ઉમેદવારોની અરજીઓ અમાન્ય ઠરશે.

(ર) ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝના ફોટાની ઇમેજ ૧૫ KB અને સહીની ઇમેજ ૧૫ KB સાઇઝથી વધે નહીં તે રીતે JPG ફોર્મેટમાં સ્કેન કરી અરજી પત્રકમાં અપલોડ કરવાના રહેશે.

(૩) આ ભરતીથી કુલઃ ૧૦૪પ૯ ભરવાની થતી જગ્યાઓની વિગત નીચે મુજબ છેઃ

સંવર્ગ

બિન અનામત

અનુસૂચિત જાતિ

અનુસૂચિત જન જાતિ

સા.શૈ.પ. વર્ગ

આર્થિક રીતે નબળા વર્ગ

કુલ

પુરૂષ

મહિલા

પુરૂષ

મહિલા

પુરૂષ

મહિલા

પુરૂષ

મહિલા

પુરૂષ

મહિલા

પુરૂષ

મહિલા

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ- લોકરક્ષક

૧૪૭૩

૭ર૬

ર૩૯

૧૧૮

પર૪

રપ૮

૮૮૮

૪૩૭

૩૬૮

૧૮૧

૩૪૯ર

૧૭ર૦

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ- લોકરક્ષક

૩૦૪

૧૪૯

ર૭

૧૩

૮૦

૩૯

૩૩

૧૭

૯૦

૪પ

પ૩૪

ર૬૩

એસ.આર. પી.એફ. કોન્સ્ટેબલ

૧૮ર૬

૩૧૧

૬૬૭

૧ર૦૧

૪૪પ

૪૪પ૦

કુલ

૩૬૦૩

૮૭પ

પ૭૭

૧૩૧

૧ર૭૧

ર૯૭

ર૧રર

૪પ૪

૯૦૩

રર૬

૮૪૭૬

૧૯૮૩

ખાસ નોંધ :

(A) ઉપર દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં ફેરફાર જરૂરી બનશે તો તે કરવાનો સરકારશ્રીનો અબાધિત હક્ક રહેશે અને તે ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

(B) સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ / નામદાર હાઇકોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો/નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

(૪) સીધી ભરતીથી પસંદ થનાર તમામ ઉમેદવારોની નિમણુંક પ્રવર્તમાન નિયમો / પરીક્ષા નિયમો તથા નિતી વિષયક હુકમો/નિયમોને અનુલક્ષીને કરવામાં આવશે અને તે તમામ જોગવાઇઓ ઉમેદવારને બંધનકર્તા રહેશે. નિયમો/ઠરાવો/પરિપત્રો ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગની વેબ સાઇટ http://home.gujarat.gov.in તેમજ સામાન્ય વહીવટ વિભાગની વેબ સાઇટ http://gad.gujarat.gov.in ઉપર ઉપલબ્દ્ધ છે.

(૫) તમામ સંવર્ગની જગ્‍યાઓ માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, જાતિનું પ્રમાણપત્ર, NCC “C” પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિવર્સિટીનું પ્રમાણપત્ર, રમત-ગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર સીધી ભરતી થવા માટેની વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્ર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇશ્યુ થયેલા હોવા જોઇએ.

કોઇપણ અનામત જાતીનો લાભ લેનાર ઉમેદવારની પાસે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇશ્યુ થયેલ હોય તેવા જે તે જાતીના માન્ય પ્રમાણપત્રો હોવા જરૂરી છે. આવુ પ્રમાણપત્ર નહી ધરાવનાર ઉમેદવારને અનામતના લાભ મળવાપાત્ર રહેશે નહીં.

(૬) વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત :

આ જગ્યાઓ માટે નીચે મુજબની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે.

જગ્યાનું નામ

વય-મર્યાદા (સામાન્ય)

શૈક્ષણિક લાયકાત

બિન હથિયારી

પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક

લઘુત્તમ-૧૮ વર્ષ

મહત્તમ-૩૪ વર્ષ

(તા.૦૯/૧૧/૧૯૮૭ થી તા.૦૯/૧૧/૨૦૦૩ સુધીમાં જન્મેલ.)

ધોરણ ૧૨ પાસ-હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧પ/૦પ/ર૦૧ર ના ઠરાવ નં.રવભ-૧૦ર૦૧૧-યુ.ઓ.૧૯૦.ક માં જણાવ્યા મુજબ ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ- લોકરક્ષક

એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ

નોંધ : ઉપર દર્શાવેલ ઉપલી વય-મર્યાદામાં નીચે જણાવેલ કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબની વધુ છુટ-છાટ મળશે. સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૪/૧૦/ર૦ર૧ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર/૧૧/ર૦ર૧/૪પ૦૯૦૦/ગ.પ. થી મહત્તમ વય મર્યાદા ૩૩ વર્ષના બદલે ૩૪ વર્ષ કરવામાં આવેલ છે.

(૧) અનુસૂચિત જાતિ (SC) / અનુસૂચિત જન જાતિ (ST) / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) / આર્થિક રીતે નબળા (EWS) વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છુટ મળશે.
(ર) તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છુટ મળશે. (અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં કુલ ૧૦ વર્ષની છુટ મળશે)
(૩) એકસ સર્વિસમેનને કરેલ સેવાના સંદર્ભે નિયમોનુસાર મળવાપાત્ર છુટ માજી સૈનિક સળંગ છ માસથી ઓછી નહીં તેટલી ફરજ બજાવેલ હોય અને નોકરી માંથી નિયમિત રીતે નિવૃત્ત થયા હોય તેવા માજી સૈનિકોને તેમણે બજાવેલ ખરેખર ફરજનો સમયગાળો તેમની ઉંમર માંથી બાદ કરતાં મળતી ઉંમર ભરતી નિયમમાં ઠરાવેલ ઉપલી વય મર્યાદાથી ત્રણ વર્ષ કરતાં વધવી જોઇએ નહીં. (ગુ.રા.સેવા (માજી સૈનિકો માટે અનામત) નિયમો-૧૯૭૫ અને સુધારેલ નિયમો-૧૯૯૪ અને સામાન્ય વહીવટ વિભાગના તા.રર/૦૧/ર૦૧૮ ના ઠરાવ ક્રમાંકઃ GS/2018-(2)-RES-1085-3433-G2).
(૪) સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૨૫/૦૨/૧૯૮૦ ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૦૭૩-૨૬૬૦-ગ-૨, તા.૦૧/૦૮/૧૯૯૦ ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૧૮૮-૩૬૪૪-ગ-૨ તથા તા.૦૫/૧૨/૨૦૦૬ ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર/૧૦૨૦૦૪/ સીએમ-૧૪/ગ.૨ ની જોગવાઇ મુજબ પાત્રતા ધરાવતા રમતવીરોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છુટછાટ મળશે.
(પ) ઉપરોકત તમામ છુટાછાટ બાદ ઉમેદવાર (માજી સૈનિક સિવાય) ની ઉંમર ૪૫ (પિસ્તાલીસ) વર્ષથી વધુ ન હોવી જોઇએ.

(૭) કોમ્પ્યુટર જ્ઞાન :

ઉમેદવાર રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/ર૦૦૮ તથા તા.૧૮/૦૩/ર૦૧૬ ના સરખા ઠરાવ નંબરઃ સીઆરઆર-૧૦-ર૦૦૭-૧ર૦૩ર૦-ગ.પ થી નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઇપણ ડિપ્લોમા/ડીગ્રી કે સર્ટીફિકેટ કોર્ષ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા અથવા ધોરણ-૧૦ અથવા ધોરણ-૧રની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઇશે.

(૮) તમામ ઉમેદવારો ભરતી નિયમો મુજબ ગુજરાતી અથવા હિન્દી અથવા બન્ને ભાષાનું જરૂરી જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. તેમજ નાગરિકત્વ, શારીરિક યોગ્યતા અને સારા ચારિત્ર્ય અંગેની ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ ની જોગવાઇઓ ઉમેદવારોએ પરિપૂર્ણ કરવાની રહેશે.

(૯) સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ તે જ્ઞાતિના મળવાપાત્ર લાભ લેવા માટે સરકારશ્રીના સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૨૬.૦૪.૨૦૧૬ ના ઠરાવ ક્રમાંકઃ સશપ/૧૨૨૦૧૫/૪૫૫૨૪૬/અ થી જણાવ્‍યા મુજબ બિન ઉન્‍નત વર્ગ (Non Creamy Layer) અંગેના પ્રમાણપત્રની અવધિ આવુ પ્રમાણપત્ર જે નાણાકીય વર્ષમાં મેળવ્યુ હોય તે સહિત ત્રણ નાણાકીય વર્ષ સુધીની રહેશે પરંતુ આવુ પ્રમાણપત્ર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં નિયમોનુસારનું ઇશ્યુ કરાયેલ હોવુ જોઇએ. ઉમેદવારે પ્રમાણપત્રના નંબર અને તારીખ ઓનલાઇન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે.

(૧૦) સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંકઃ ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ થી નિયત નમૂના (અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ) માં મેળવેલ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) નું પાત્રતા પ્રમાણ૫ત્રના નંબર અને તારીખ ઓનલાઇન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે. સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૯/૨૦૧૯ તથા તા.ર૬/૦૬/૨૦ર૦ ના સરખા ક્રમાંકના ઠરાવથી આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના પાત્રતા પ્રમાણ૫ત્રની માન્યતા ઇશ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે. પરંતુ તા.રપ.૦૧.ર૦૧૯ થી તા.૧ર.૦૯.ર૦૧૯ સુધી ઇશ્યુ થયેલ EWS પાત્રતા પ્રમાણપત્રની વધારેલ અવધીનો લાભ લેવા માટે ઉમેદવારે તેના કુટુંબની આવકમાં વધારો થયેલ નથી અને તેઓ રાજય સરકારના અનામતના હેતુ માટે નક્કી થયેલા પાત્રતાના માપદંડ મુજબ લાયક ઠરે છે તેવી બાહેંધરી ઉકત તા.ર૬.૦૬.ર૦ર૦ના ઠરાવ સાથેના પરિશિષ્ટથી નિયત કર્યા મુજબના નમૂનામાં આપવાની રહેશે. બોર્ડ જયારે EWS પ્રમાણપત્ર મંગાવે તે સમયે ઉમેદવારે પ્રમાણપત્રની સાથે આ બાહેંધરી રજુ કરવાની રહેશે.

(૧૧) શારીરિક ધોરણો (લઘુતમ):

(એ) પુરૂષ ઉમેદવારો માટે :

વર્ગ

ઉંચાઇ

(સે.મી. માં)

છાતી (સે.મી. માં)

વજન

(કિ.ગ્રા. માં)

ફુલાવ્યા

વગરની

ફુલાવેલી*

મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે

૧૬૨

૭૯

૮૪

૫૦

અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે

૧૬૫

૭૯

૮૪

૫૦

* છાતીનો ફુલાવો ઓછામાં ઓછો ૫ સે.મી. થવો અનિવાર્ય છે.

(બી) મહિલા ઉમેદવારો માટે :

વર્ગ

ઉંચાઇ

(સે.મી. માં)

વજન

(કિ.ગ્રા. માં)

મૂળ ગુજરાતના અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે

૧૫૦

૪૦

અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે

૧૫૫

૪૦

(૧ર) ઉમેદવાર નીચે જણાવ્યા પૈકીની એક કે વધારે શારીરિક ખામી ધરાવતો હશે તો તેને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે.

(૧) વાંકા ઢીંચણવાળા (Knock Knee)

(ર) ફુલેલી છાતી (Pigeon Chest)

(૩) ત્રાંસી આંખ (Squint Eye)

(૪) સપાટ પગ (Flat Feet)

(પ) કાયમની અતિશય ફુલેલી નસ (Varicose Veins)

(૬) ફુલેલો અંગુઠો (Hammer Toes)

(૭) અસ્થિભંગ અંગ (Fractured Limb)

(૮) સડેલા દાંત (Decayed Teeth)

(૯) ચેપી ચામડીના રોગ (Communicable Skin Disease)

(૧૦) રંગ અંધત્વની ખામી (Colour Blindness)

(૧૩) હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ વર્ગ-૩ ભરતી નિયમો – ૨૦૧૬ માં જણાવેલ SHAPE-I મુજબ ઉમેદવાર માનસિક, શ્રવણશકિત, અપેન્ડેજ (Appendage), સામાન્ય કામ માટે ભૌતિક ક્ષમતા, દ્રષ્ટિ વિગેરેમાં સામાન્ય વ્યવસાયિક કાર્યો કરવા અંગે સંપૂર્ણ રીતે સક્ષમ હોવા જોઇશે. આ અંગે જરૂરી તબીબી પરિક્ષણમાં પાસ થવાનું રહેશે. તેમજ ભૂતકાળમાં માનસિક તેમજ વાઇ (Fits) ની બિમારી ધરાવતા ન હોવા જોઇએ.

(૧૪) શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) :

શારીરિક કસોટી (Physical Test) માટે વહીવટી અનુકુળતા મુજબ કોઇપણ તારીખે અને સમયે ઉમેદવારોને બોલાવવામાં આવશે અને તે મુજબ શારીરિક કસોટી (Physical Test)માટે ઉમેદવારોએ તેઓને જણાવવામાં આવે તે કેન્દ્ર ખાતે હાજર રહેવાનું રહેશે. શારીરિક કસોટી (Physical Test) માટે તારીખ અને સમય બદલવા અંગેની ઉમેદવારોની કોઇ પણ રજૂઆત કોઇ પણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહીં. આ બાબતમાં બોર્ડનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.

કોઇપણ કારણોસર એક કરતા વધારે ઉમેદવારી કરેલ હોય તેવા અથવા અન્ય ઉમેદવારને શારિરીક કસોટી માટે એક કરતા વધુ પ્રવેશ પત્ર મળેલ હોય તો કોઇપણ ૧ (એક) જ પ્રવેશપત્ર ઉપર શારિરીક કસોટી આપવાની રહેશે. એક કરતા વધારે શારિરીક કસોટી આપનારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે.

તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુકત શારીરિક કસોટી યોજાશે.

દોડ

પુરૂષ

(ક)

૫૦૦૦ મીટર દોડ

વધુમાં વધુ ૨૫ મિનિટમાં દોડ પુરી કરવાની રહેશે.

મહિલા

(ખ)

૧૬૦૦ મીટર દોડ

વધુમાં વધુ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં દોડ પુરી કરવાની રહેશે.

એક્સ સર્વિસમેન

(ગ)

૨૪૦૦ મીટર દોડ

વધુમાં વધુ ૧૨ મિનીટ ૩૦ સેકન્ડમાં દોડ પુરી કરવાની રહેશે.

(એ) પુરૂષ ઉમેદવારો માટે :

૨૦ મિનીટ અથવા તે કરતા ઓછી મિનીટમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૫ માકર્સ

૨૦ મિનીટ કરતા વધુ અને ૨૦.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૪ માકર્સ

૨૦.૩૦ મિનીટ કરતા વધુ અને ૨૧ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૩ માકર્સ

૨૧ મિનીટ કરતા વધુ અને ૨૧.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૨ માકર્સ

૨૧.૩૦ મિનીટ કરતા વધુ અને ૨૨ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૦ માકર્સ

૨૨ મિનીટ કરતા વધુ અને ૨૨.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૧૮ માકર્સ

૨૨.૩૦ મિનીટ કરતા વધુ અને ૨૩ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૧૬ માકર્સ

૨૩ મિનીટ કરતા વધુ અને ૨૩.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૧૪ માકર્સ

૨૩.૩૦ મિનીટ કરતા વધુ અને ૨૪ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૧૨ માકર્સ

૨૪ મિનીટ કરતા વધુ અને ૨૫ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૧૦ માકર્સ

૨૫ મિનીટ કરતા વધુ સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવાર

નાપાસ

(બી) મહિલા ઉમેદવારો માટે :

૭ મિનીટ અથવા તે કરતા ઓછી મિનીટમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૫ માકર્સ

૭ મિનીટ કરતા વધુ અને ૭.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૩ માકર્સ

૭.૩૦ મિનીટ કરતા વધુ અને ૮ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૧ માકર્સ

૮ મિનીટ કરતા વધુ અને ૮.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૧૮ માકર્સ

૮.૩૦ મિનીટ કરતા વધુ અને ૯ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૧૫ માકર્સ

૯ મિનીટ કરતા વધુ અને ૯.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૧૦ માકર્સ

૯.૩૦ મિનીટ કરતા વધુ સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવાર

નાપાસ

(સી) એકસ સર્વિસમેન ઉમેદવારો માટે :

૯.૩૦ મિનીટ અથવા તે કરતા ઓછી મિનીટમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૫ માકર્સ

૯.૩૦ મિનીટ કરતા વધુ અને ૧૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૩ માકર્સ

૧૦ મિનીટ કરતા વધુ અને ૧૦.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૨૧ માકર્સ

૧૦.૩૦ મિનીટ કરતા વધુ અને ૧૧ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૧૯ માકર્સ

૧૧ મિનીટ કરતા વધુ અને ૧૧.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૧૭ માકર્સ

૧૧.૩૦ મિનીટ કરતા વધુ અને ૧૨ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૧૫ માકર્સ

૧૨ મિનીટ કરતા વધુ અને ૧૨.૩૦ મિનીટ અથવા તેનાથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવારને

૧૦ માકર્સ

૧૨.૩૦ મિનીટ કરતા વધુ સમયમાં દોડ પૂર્ણ કરનાર ઉમેદવાર

નાપાસ

(૧પ) લેખિત પરીક્ષા :

તમામ જગ્યાની ભરતી માટે ૧૦૦ હેતુલક્ષી (ઓબ્જેકટીવ)પ્રશ્નોની લેખિત પરીક્ષા લેવાશે. જેમાં દરેક પ્રશ્નના એક ગુણ લેખે કુલ ગુણ ૧૦૦ રહેશે. જે પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે. આ પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કોમ્પ્યુટર જ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજ શાસ્ત્ર, માનસિક ક્ષમતા, વિજ્ઞાન તેમજ ભારતના બંધારણના પાયાના સિધાંતો, ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩, અને ભારતીય પૂરાવા અધિનિયમ-૧૮૭૨ ને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નો આવરી લેવાશે. આ લેખિત પરીક્ષા MCQ (Multiple Choice Question) અને OMR (Optical Mark Reader) પદ્ધતિમાં લેવામાં આવશે. તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દરેક પ્રશ્નમાં એક “Not Attempted” નું વિકલ્પ પણ આપવામાં આવશે જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ નહીં આપવા માંગતા હોય તો “Not Attempted” વિકલ્પની પસંદગી કરવાની રહેશે. “Not Attempted” વિકલ્પને પસંદ કરવામાં આવે તો કોઇ નેગેટીવ માર્કીંગ થશે નહીં. દરેક સાચા જવાબ માટે એક ગુણ મળશે. તેમજ દરેક ખોટા જવાબ માટે નેગેટીવ ગુણ ૦.૨૫ રહેશે. ઉમેદવારે કોઇપણ વિકલ્પ પસંદ કરેલ નહીં હોય તો ૦.૨૫ ગુણ નેગેટીવ ગણવામાં આવશે. એક કરતા વધુ વિકલ્પ પસંદ કરેલ હશે તો ૦.૨૫ ગુણ નેગેટીવ ગણવામાં આવશે. OMR શીટમાં સફેદ શાહી (White Ink) નો ઉપયોગ નિષેધ છે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નના જવાબમાં સફેદ શાહી (White Ink) નો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી નેગેટીવ ગુણ આપવામાં આવશે.

(૧૬) વિશેષ ગુણ ભારાંક :

પરીક્ષામાં મેળવેલ ગુણમાં નીચે જણાવ્યા મુજબ જે તે ઉમેદવારોને મળવાપાત્ર

વધારાના ગુણ ઉમેરવામાં આવશે.

(૧) સરકારશ્રી ગૃહવિભાગ, ગાંધીનગરના તા.૦૪/૦૧/૨૦૨૧ ના ઠરાવ ક્રમાંક : જીજી/જીયુજે/ ૦૫/૨૦૨૧/એમએચકે/૧૦૧૦/૧૩૯૩/સી માં કરેલ જોગવાઇ મુજબ,

(૧) એન.સી.સી. નું “સી” સર્ટીફીકેટ ધરાવનાર ઉમેદવારોને વધારાના ૨ (બે) ગુણ આપવામાં આવશે.

(ર) રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી દ્ધારા અપાતા પ્રમાણપત્ર મેળવેલ હશે તેમને નિયમોનુસાર નીચે મુજબ વધુ ગુણ આપવામાં આવશે.

ડીસ્ટીન્કશન – ૫ (પાંચ) ગુણ

ફર્સ્ટ ક્લાસ – ૪ (ચાર) ગુણ

સેકન્ડ ક્લાસ– ૩ (ત્રણ) ગુણ

પાસ ક્લાસ – ૨ (બે) ગુણ

(ર) સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૨૫/૦૨/૧૯૮૦ ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૦૭૩-૨૬૬૦-ગ-૨, તા.૧૮/૦૪/૨૦૦૧ ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર/૧૦૯૯/યુ.ઓ.-૪૧૧૦/ગ.૨, તા.૧૧/૧૦/૨૦૦૫ ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૦૨૦૦૫-યુઓ-૧૨૭૭-ગ.૨ તથા તા.૨૧/૦૨/૨૦૧૪ ના ઠરાવ ક્રમાંક : સીઆરઆર/૧૦૨૦૧૩/૨૪૨૭૯૨/ગ-૨ માં નિયત કરેલ શરતો પરિપૂર્ણ કરનાર અને એથ્લેટીકસ (ટ્રેક અને ફિલ્ડ રમતો સહીત), બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફુટબોલ, હોકી, સ્વિમીંગ, ટેબલ ટેનીસ, વોલીબોલ, ટેનીસ, વેઇટ લિફ્ટીંગ, રેસલીંગ, બોકસીંગ, સાઇકલીંગ, જીમ્નેસ્ટીક, જુડો, રાઇફલ શુટીંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકા સ્પર્ધા, શતરંજ, હેન્ડબોલની રમતો-ખેલકુદમાં રાષ્ટ્રીય/આંતર રાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્ધારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે પરિક્ષામાં મેળવેલ કુલ ગુણના ૫(પાંચ) ટકા ગુણ ઉમેરી આ૫વામાં આવશે. આ માટે ઉમેદવારે સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના ઉપરોકત તા.૨૫/૦૨/૧૯૮૦ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૦૭૩-૨૬૬૦-ગ-૨ તથા તા.૦૧/૦૮/૧૯૯૦ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર-૧૧૮૮-૩૬૪૪-ગ-૨ માં નિયત કર્યા મુજબના સત્તાધિકારી પાસેથી નિયત નમૂનામાં મેળવેલ જરૂરી પ્રમાણપત્ર ભરતી બોર્ડ માંગે ત્યારે રજૂ કરવાનું રહેશે. આ પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવાર જ રમત-ગમતના વિશેષ ગુણ માટે હકદાર થશે. ઉમેદવાર જો ભરતી બોર્ડ માંગે ત્યારે આવું પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકે તો આવા ઉમેદવારને રમતવીર તરીકેના લાભ મળવાપાત્ર થશે નહીં.

(૩) સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૨૨/૦૫/૧૯૯૭ ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ.૨ અને તા.૩૧/૦૮/૨૦૦૪ ના ઠરાવ ક્રમાંક : સીઆરઆર/ ૧૦૯૬/૨૨૧૩/ગ-૨ માં ઠરાવ્યા મુજબ વિધવા મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવા માટે પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના ૫ % ગુણ આપવામાં આવશે. પરંતુ આ માટે તેઓએ નિમણુંક સમયે પૂન: લગ્ન કરેલ ન હોવા જોઇએ. તે અંગે ભરતી બોર્ડ/સરકારશ્રી માંગે ત્યારે અને તેવા તમામ પુરાવા/પ્રમાણપત્ર અસલમાં રજૂ કરવાના રહેશે.

(૧૭) જરૂરી સૂચનાઓ :

(૧૭.૧) દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોનું મેરીટ નીચે મુજબના ગુણને ધ્યાને લઇ નક્કી કરવામાં આવશે.

(૧) શારીરીક ક્ષમતા કસોટીમાં મેળવેલ ગુણ

(ર) લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ

(૩) એન.સી.સી. “સી” સર્ટીફીકેટ આધારે મળવાપાત્ર વિશેષ ગુણ

(૪) રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી/રક્ષા શકિત યુનિવર્સિટીના પ્રમાણપત્ર આધારે મળવાપાત્ર વિશેષ ગુણ

(પ) માન્ય રમતગમતના પ્રમાણપત્ર આધારે મળવાપાત્ર વિશેષ ગુણ

(૬) વિધવા મહિલાને મળવાપાત્ર વિશેષ ગુણ

ઉપરોકત જણાવેલ મળવાપાત્ર ગુણનો સરવાળો કરી મેરીટના આધારે ખાલી જગ્યાના આશરે ૨ (બે) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. જેના આધારે અંતિમ પસંદગી યાદી બોર્ડ ધ્વારા તૈયાર કરવામાં આવશે.

(૧૭.૨) ઉમેદવારોએ અમલમાં હોય તેવા સરકારના નિયમો/હુકમો મુજબ હિન્દી/ગુજરાતી/ અંગ્રેજી ભાષાની તાલીમ/ અન્ય ખાતાકીય તાલીમ/ પૂર્વસેવા તાલીમ અને તાલીમાંત પરીક્ષા આપવાની અને પાસ કરવાની રહેશે.

(૧૭.૩) પસંદગી પામેલા ઉમેદવારો પ્રવર્તમાન હુકમો મુજબ હથિયારી/ બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક સંવર્ગમાં પ્રથમ પાંચ વર્ષની કરાર આધારિત અવધિ માટે ફિકસ્ડ માસિક વેતનથી કરારની શરતો મુજબ નિમણુંક મેળવશે. કરારને અંતે સંતોષકારક સેવા પૂર્ણ કરનારને નિયમિત રીતે મળવાપાત્ર પગાર ધોરણમાં નિમણુંક આપવામાં આવશે. ઉપરોકત તમામ સંવર્ગના પસંદગી પામેલ ઉમેદવારોએ તેઓના કરાર આધારીત સમયગાળા દરમ્યાન લાઇટ મોટર વ્હીકલ/હેવી મોટર વ્હીકલ માટેનું લાયસન્સ મેળવી લેવાનું રહેશે

(૧૭.૪) એસ.આર.પી. કોન્સ્ટેબલ (રાજ્ય અનામત પોલીસ દળ) માં પસંદગી પામેલા ઉમેદવારો તાલીમગાળા દરમ્યાન કરાર આધારિત ફિકસ્ડ માસિક વેતનથી કરારની શરતો મુજબ નિમણુંક મેળવશે અને સંતોષકારક તાલીમ પૂર્ણ થયા બાદ નિયમિત રીતે મળવાપાત્ર પગાર ધોરણમાં નિમણુંક આપવામાં આવશે. આ સંવર્ગના પસંદગી પામેલ ઉમેદવારોએ બે વર્ષ દરમ્યાન લાઇટ મોટર વ્હીકલ/હેવી મોટર વ્હીકલ માટેનું લાયસન્સ મેળવી લેવાનું રહેશે.

(૧૭.પ) કોન્સ્ટેબલ-લોકરક્ષક સંવર્ગમાં સરકારશ્રીના નાણાં વિભાગ, ગાંધીનગર તા.૧૮/૦૧/૨૦૧૭ ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-૨/ઝ.૧ માં જણાવ્‍યા મુજબ કરારના સમયગાળા દરમ્યાન માસિક રૂ.૧૯,૯૫૦/- ના એકત્રિત વેતન તેમજ સરકારશ્રી જો કોઇ બીજા ભથ્થા નક્કી કરે તો તે મુજબના વેતનથી “લોકરક્ષક” તરીકે ફિકસ્ડ પગાર જ મળવાપાત્ર થશે અને કરારના સમયગાળા દરમ્યાન સંતોષકારક રીતે નોકરી પૂર્ણ કરશે તો જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં નિયમિત નિમણુંક મળવાપાત્ર થશે.

(૧૭.૬) કોન્સ્ટેબલ-લોકરક્ષક સંવર્ગની જગ્યાઓમાં નીચેની જગ્યાઓમાં નિમણુંક મળવાપાત્ર થશે.

(૧) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ/મહિલા)

(ર) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ/મહિલા)

(૩) એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ (પુરૂષ)

ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર ડાઉનલોડ કરતી વખતે તેમની પસંદગીનો સંવર્ગ (Preference) જણાવવાનો રહેશે. જે ધ્યાને લઇ તથા ઉમેદવારનું મેરીટ ધ્યાનમાં લઇ પસંદગીનો સંવર્ગ નકકી કરવામાં આવશે.

(૧૭.૭) એક વાર પસંદગીનું સંવર્ગ (Preference) આપ્યા બાદ કોઇપણ સંજોગોમાં બદલવામાં આવશે નહીં તે તમામને બંધનકર્તા રહેશે. આ અંગે બોર્ડનો નિર્ણય આખરી રહેશે.

(૧૭.૮) નિમણુંક પામનાર તમામ ઉમેદવારોને પ્રવર્તમાન નવ વર્ધિત પેન્શન યોજના લાગુ પડશે.

(૧૭.૯) ઉમેદવારે અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો કોઇપણ તબક્કે ખોટી માલુમ પડશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તેમની ઉમેદવારી પણ રદ્દ કરવામાં આવશે.

(૧૭.૧૦) જાહેરાત કોઇપણ કારણોસર રદ્દ કરવાની કે જાહેરાતમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો બોર્ડ/સરકારશ્રીનો સંપૂર્ણ હક્ક અને અધિકાર રહેશે. બોર્ડ/સરકારશ્રી આ માટે કારણો આપવા બંધાયેલ નથી.

(૧૭.૧૧) ઓનલાઇન એપ્લીકેશન સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થયા બાદ આગામી ભરતી પ્રક્રિયા જેવી કે શારીરિક ક્ષમતા કસોટી/ શારીરિક માપ કસોટીની માહિતી, લેખિત પરીક્ષાની માહિતી, દસ્તાવેજ ચકાસણીની માહિતી તથા અન્ય જરૂરી માહિતી વખતો વખત https://ojas.gujarat.gov.in વેબ સાઇટ ઉપર અથવા ભરતી બોર્ડની વેબસાઇટ https://lrdgujarat2021.in ઉપર મૂકવામાં આવશે. જેથી તે અંગે માહિતગાર રહેવાનું રહેશે.

(૧૭.૧ર) એક ઉમેદવાર એક અરજી (No Multiple Application)

એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે. તેમ છતાં એકથી વધુ અરજી (Multiple Application) ના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલી એક જ અરજી માન્ય ગણાશે. તે સિવાયની બધી અરજીઓ રદ્દ થશે અને ભરેલ ફી ના નાણાં પરત મળશે નહીં.

(૧૭.૧૩) મહિલાઓની અનામત જગ્યાઓ માટે સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.૨૨/૦૫/૧૯૯૭ ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ.૨, તારીખ ૧૧/૧૧/ર૦૧૪ ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ.૨(ભાગ-૧), તા.૦૨/૦૯/૨૦૨૦ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર/૧૦૯૬/૨૨૧૩/ગ ની જોગવાઇઓ લાગુ પડશે.

(૧૭.૧૪) માજી સૈનિક માટે THE GUJARAT CIVIL SERVICES (RESERVATION OF VACANCIES FOR EX-SERVICEMEN IN CLASS III AND CLASS IV POST AND SERVICE RULES,1975 તથા વખતો-વખતના સુધારામાં કરેલ જોગવાઇ મુજબ માજી સૈનિક માટે કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર દ્ધારા ધારાધોરણ મુજબ એકસ સર્વિસમેનની પરિભાષામાં આવતું હોય તેમજ ગુજરાત રાજ્યની સબંધિત જીલ્લા સૈનિક કલ્યાણ કચેરીઓ તરફથી એકસ સર્વિસમેનના ઓળખપત્ર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયા હોય તેઓને જ માજી સૈનિક તરીકે ગણવામાં આવશે.

(૧૭.૧પ) શૈક્ષણિક લાયકાત, કોમ્પ્યુટરની જાણકારી, ઉંમર, જાતિ (કેટેગરી - જનરલ, એસ.સી., એસ.ટી., એસ.ઇ.બી.સી., ઇ.ડબલ્યુ.એસ.), માજી સૈનિક, SEBC માટે નોન ક્રિમિલેયર સર્ટીફીકેટ, EWS માટે પાત્રતા પ્રમાણપત્ર, NCC ‘C’ સર્ટી., રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી/રક્ષા શકિત યુનિવર્સિટીનું પ્રમાણપત્ર, રમત-ગમત, વિધવા અને અન્ય બાબતોના ઉમેદવાર પાસેના અસલ પ્રમાણપત્રોને આધારે ઓનલાઇન અરજીમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતોના સમર્થનમાં પ્રમાણપત્રો અને પુરાવાઓ બોર્ડ માંગે ત્યારે ઉમેદવારે અસલમાં (પ્રમાણિત ઝેરોક્ષ નકલો સહીત) રજુ કરવાના રહેશે.

(૧૭.૧૬) ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ કેટેગરી (જાતિ), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઇ વિગતો પાછળથી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ઓનલાઇન અરજીમાં દર્શાવેલ કેટેગરી (જાતિ), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઇ વિગતો અને ઉમેદવારની ખરેખર કેટેગરી (જાતિ), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઇ વિગતોમાં તફાવત પડશે તો તે અંગે બોર્ડનો નિર્ણય આખરી રહેશે.

(૧૭.૧૭) ઉમેદવાર અરજીપત્રક ભરતી વખતે જે મોબાઇલ નંબર દર્શાવે તે જ નંબર ચાલુ રાખવો. ભવિષ્યમાં બોર્ડ તરફથી આ ભરતી પ્રક્રિયાને સબંધિત સૂચનાઓ ઉમેદવારને આ નંબરના મોબાઇલ પર SMS થી મોકલવામાં આવશે. તેથી મોબાઇલ નંબર નહીં બદલવા સુચન છે.

(૧૭.૧૮) ભરતી પ્રક્રિયા માટે પરવાનગી આપતા તેવા પ્રવેશપત્રમાં આપવામાં આવેલી કોઇપણ સૂચનાનો ભંગ કરવા માટે દોષિત ઠર્યા હોય તો અથવા દોષિત હોવાનું જાહેર કર્યુ હોય તો તે ફોજદારી કાર્યવાહીને પાત્ર થશે તે ઉપરાંત –

(ક) ભરતી બોર્ડ, તે ઉમેદવારને ગેરલાયક ઠરાવી શકશે, અથવા

(ખ) રાજ્ય સરકાર, પોતાના હેઠળની કોઇપણ નોકરી માંથી કાયમી રીતે અથવા નિર્દિષ્ટ મુદ્દત માટે ગેરલાયક/ બાકાત કરી શકશે.

(૧૭.૧૯) ગુજરાત જાહેર સેવા આયોગ કે અન્ય જાહેર સેવા આયોગ અથવા અન્ય સરકારી / અર્ધ સરકારી / સરકાર હસ્તકની સંસ્થાઓ દ્ધારા ઉમેદવાર કયારેય પણ ગેરલાયક ઠરાવેલ હોય અને ગેરલાયકાતનો સમય ચાલુ હોય તો આવા ઉમેદવારની અરજી આપોઆપ રદ્દ થવાને પાત્ર રહેશે. આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની પસંદગી થયેલ હશે તો પણ તે રદ્ કરવાને પાત્ર રહેશે.

(૧૭.૨૦) જાહેરાત/સુચનાઓમાં જે ઠરાવો/નિયમો/પરિપત્રોનો ઉલ્લેખ કરેલ છે તેમાં વખતો- વખતના સુધારા પણ ધ્યાને લેવાના રહેશે. આ જાહેરાત સબંધે કોઇ વાદવિવાદ કે અર્થઘટન સબંધે કોઇ વિવાદ ઉપસ્થિત થશે, તે સંજોગોમાં સરકારશ્રી દ્ધારા ભરતી બાબતમાં જાહેર કરેલ ભરતી નિયમો/પરિપત્રો/ઠરાવોની મૂળ જોગવાઇઓ અંતિમ રહેશે. તેમ છતાં જો આ બાબતે અર્થઘટન અંગેનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો સચિવશ્રી, ગૃહવિભાગ, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે. જે અરજદારને બંધનકર્તા રહેશે. આ ભરતી નિયમો/પરિપત્રો/ઠરાવો ઉપરોકત પેરેગ્રાફ નંબર (૪) માં જણાવેલ સરકારશ્રીના ગૃહ વિભાગની વેબ સાઇટ http://home.gujarat.gov.in તેમજ સામાન્ય વહીવટ વિભાગની વેબ સાઇટ http://gad.gujarat.gov.in ઉપર ઉપલબ્દ્ધ છે.

(૧૮) ૫સંદગી યાદી :

શારીરીક કસોટીમાં મેળવેલ ગુણ, લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ, એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણ તથા ઉમેદવારે આપેલ Preference ને લક્ષમાં લઇને હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ સંવર્ગની આખરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. પસંદગી યાદી તૈયાર કરતી સમયે બે કે તેથી વધારે ઉમેદવારોના સમાન ગુણ હશે ત્યારે

(૧) તેવા કિસ્સામાં ઉમેદવારોની જન્મ તારીખ ઘ્યાને લેવામાં આવશે. જન્મ તારીખ પ્રમાણે વઘુ ઉંમરવાળા ઉમેદવારને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવશે.

(ર) જો ગુણ અને જન્મ તારીખ બંન્ને સમાન હોય ત્યારે ઉમેદવારોની ઉંચાઇ ધ્યાને લેવામાં આવશે, જે ઉમેદવારની ઉંચાઇ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે

(૩) જો ગુણ, જન્મ તારીખ અને ઉંચાઇ સમાન હોય ત્યારે ઉમેદવારોના હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રી ધ્વારા માન્ય ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષામાં મેળવેલ ગુણ ધ્યાને લેવામાં આવશે. જે ઉમેદવારના ગુણ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે

(૪) જો ગુણ, જન્મ તારીખ, ઉંચાઇ અને હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રી ધ્વારા માન્ય ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષામાં મેળવેલ ગુણ સમાન હોય ત્યારે ઉમેદવારે એસ.એસ.સી. પરીક્ષામાં મેળવેલ ગુણ ધ્યાને લેવામાં આવશે. જે ઉમેદવારના ગુણ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે

(૧૯)સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તા.ર૭/૦૭/ર૦૧૮ તથા તા.૧૦/૧ર/૨૦૧૮ ના સરખા ઠરાવ ક્રમાંકઃ પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ.૨ માં જણાવ્યા પ્રમાણે પ્રતિક્ષાયાદી રાખવામાં આવશે નહીં.

(૨૦) અરજી પત્રક ભરવા માટેની સુચનાઓ :

(૨૦.૧) તમામ જગ્યાઓ માટે ફકત ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઓનલાઇન અરજી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી કરી શકાશે.

(૨૦.૨) નિયત લાયકાતો ધરાવતા ઉમેદવારોએ ઉપરોકત તમામ સંવર્ગની જગ્યાઓ માટે એક જ અરજી પત્રક ભરવાનું રહેશે.

(૨૦.૩) અરજદારે અરજી કરતી વખતે પોતાની સાથે રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્કેન કરવા માટે પોતાની સહી, જરૂરી પ્રમાણપત્રો અને પૂરાવા રાખવા. જેથી તેના આધારે જ સાચી માહિતી અરજીમાં ભરી શકાય.

(૨૦.૪) ઓનલાઇન અરજી કન્ફર્મ કરીને અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

(૨૦.૫) અરજી કન્ફર્મ થઇ ગયા બાદ આગળના ફકરા નંબર (ર૧) માં આપેલ સુચના અનુસાર પરીક્ષા ફી પોસ્ટ ઓફીસ ખાતે રોકડમાં અથવા ઓનલાઇન ભરી શકાશે.

(૨૧) પરીક્ષા ફી :

(૨૧.૧) જનરલ (General) કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા પોસ્ટ ઓફીસ/બેંકના સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે. (Scheduled Castes, Scheduled Tribes, Socially and Educationally Backward Classes, EWS, Ex Service Men ઉમેદવારોએ ફી ભરવાની નથી.)

અ.નં.

કેટેગરી

ફી ની રકમ

GENERAL

રૂ. ૧૦૦

(૨૧.૨) ઉમેદવારો જ્યારે વેબ સાઇટ ઉપર પોતાની અરજી કન્ફર્મ કરે ત્યારે તેઓને અરજી ફી ભરવા માટે બે વિકલ્પો મળશે. (૧) Print Post office Challan (ર) Online Payment of Fees તે પૈકી માંથી ઉમેદવારોએ કોઇપણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને ફી ભરવા માટે આગળની જરૂરી કાર્યવાહી સમય મર્યાદામાં કરવાની રહેશે.

(૨૧.૩) જે ઉમેદવારો ઓનલાઇન ફી ભરવા માંગતા હોય, તેઓએ Online Payment of Fees ભરવા માટેનો વિકલ્પ પસંદ કરી, ઓનલાઇન બેન્કીંગ અથવા ATM/DEBIT કાર્ડ અથવા ક્રેડીટ કાર્ડથી પરીક્ષા ફી ભરવાની રહેશે. જે માટે પરીક્ષા ફી રૂ.૧૦૦/- તથા બેંક ચાર્જીસના નાણાં રૂ.૫.૯૦/- ભરવાના રહેશે. ઓનલાઇન ફી ભર્યા અંગેની પહોંચની પ્રિન્ટ કાઢી લઇ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન પેમેન્ટમાં UPI માધ્યમથી ફી ના નાણા ભરનારે સર્વિસ ચાર્જીસના નાણાં રૂ.૫.૯૦/- ચુકવવાના રહેશે નહીં.

(૨૧.૪) જે ઉમેદવારો ઓફલાઇન ફી (પોસ્ટ ઓફીસ દ્ધારા) ભરવા માંગતા હોય તેઓએ Print Post office Challan ભરવા માટેનો વિકલ્પ પસંદ કરી પોસ્ટ ઓફીસમાં ફી ભરવા માટેના ચલણના નકલની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને ઉમેદવારોએ ચલણ સાથે રાજ્યની કોઇપણ કોમ્પ્યુટરાઇઝડ પોસ્ટ ઓફીસમાં જઇને પરીક્ષા ફી રૂ.૧૦૦/- તથા પોસ્ટ ઓફીસ ચાર્જીસના નાણાં રૂ.૧૨/- ભરવાના રહેશે. ચલણની એક નકલ પોસ્ટ ઓફીસ રાખી લેશે અને બે નકલમાં સિક્કા કરી ઉમેદવારને પરત આપશે.

(૨૧.પ) પોસ્ટ ઓફીસમાં અરજી ફી ભરેલ ચલણ/ઓનલાઇન ફી ભરેલ પહોંચની નકલ ઉમેદવારે ભરતી બોર્ડ ધ્વારા માંગણી કરવામાં આવે ત્યારે અચૂક રજુ કરવાની રહેશે.

(૨૧.૬) પોસ્ટ ઓફીસ અને ઓનલાઇન સિવાય અન્ય કોઇ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં.

(૨૧.૭) પોસ્ટ ઓફીસમાં ફી ભરવાની છેલ્લી તા.૧૨/૧૧/૨૦૨૧ (કચેરી સમય સુધી) તથા ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તા.૧૨/૧૧/૨૦૨૧ (રાત્રિ કલાકઃ ૨૩.૫૯ સુધી) છે.

(૨૧.૮) ફી ભર્યા બાદ કોઇપણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી. એક કરતા વધુ વખત ફી ભરેલ હશે તો તે પરત મળવાપાત્ર નથી તેમજ ફી ભરવાપાત્ર ઉમેદવારોની ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહીં.

(૨૧.૯) ઓનલાઇન અથવા પોસ્ટ ઓફીસ ખાતે પરીક્ષા ફી ભર્યા બાદ ૨૪ કલાકની અંદર જો આપના મોબાઇલ ઉપર ફી ભર્યા અંગેનો કોઇ મેસેજ ન આવે તો ઉમેદવારે જે પોસ્ટ ઓફીસ ખાતે ફી ભરેલ છે તે જ પોસ્ટ ઓફીસનો અથવા જો ઓનલાઇન ફી ભરેલ હોય તો જે તે બેંક/બ્રાન્ચનો સંપર્ક કરવાનો રહેશે અને તેઓ મારફતે આગળની જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

(૨ર) ઓનલાઇન અરજી કર્યા બાદ, શારીરિક ક્ષમતા કસોટી, લેખિત પરીક્ષા તેમજ દસ્‍તાવેજ ચકાસણી માટેની તારીખો https://ojas.gujarat.gov.in વેબસાઇટ અથવા ભરતી બોર્ડની વેબસાઇટ મારફતે તમામ ઉમેદવારોને જાણ કરવામાં આવશે. તે મુજબ વેબ સાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી લેવાના રહેશે. આમાં ચૂક થશે તો જવાબદારી ઉમેદવારની રહેશે.

(ર૩) વધુ પૃચ્છા માટે તા.૨૩/૧૦/૨૦૨૧ થી તા.૦૯/૧૧/૨૦૨૧ દરમ્યાન ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ ઉપર સવારના કલાક : ૧૦.૩૦ થી સાંજના કલાક ૦૬.૦૦ સુધી (રવિવાર તથા જાહેર રજાના દિવસ સિવાય) પુછપરછ કરી શકાશે.


સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૩/૧૦/૨૦૨૧
સહી/-
(હસમુખ પટેલ, IPS)
અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ-૨૦૨૧ અને
મેનેજીંગ ડારેકટર, પોલીસ હાઉસીંગ બોર્ડ,
ગુજરાત રાજય, ગાંધીનગર.