શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૦/૦૧/૨૦૨૫ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો....
શારીરીક કસોટી GENDER બદલવા માટે આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો....
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા સમયસર યોજી શકાય તે હેતુથી સૌ પ્રથમ તા.૦૮/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમ્યાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરના (BOTH) અને ફકત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે અને ત્યારબાદ ફકત લોકરક્ષક કેડરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે.
શારીરીક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ થી શરૂ થનાર છે જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.૦૧/૦૧/૨૦૨૫ ના બપોર કલાકઃ ૧૪.૦૦ ચાલુ કરવામાં આવેલ છે. જે ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કરવાનો બાકી હોય તેવા ઉમેદવારોએ સત્વરે https://ojas.gujarat.gov.in ઉપરથી કોલલેટર ડાઉનલોડ કરી લેવા.
ભુલથી Gender ખોટી ભરાયેલ છે તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમુનો....
કોલલેટર ડાઉનલોડ થતો નથી તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમુનો....
જે કોઇ ઉમેદવારોને નીચે જણાવેલ કારણોસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થઇ હોય તો તેઓએ અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર પીન કોડ-૩૮૨૦૦૭ ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ જ રૂબરૂમાં અરજી કરવાની રહેશે.
શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની અરજીનો નમુનો.........
નીચે જણાવેલ કારણો સિવાય અન્ય કોઇ કારણોસર ઉમેદવારની તારીખ બદલવામાં આવશે નહીં.
ખાસ નોંધઃ
(એ) શારીરીક કસોટીના શરૂ થવાના દિવસથી દિન-૩ પહેલા મળેલી અરજી જ ધ્યાને લેવામાં આવશે.
(બી) ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જુનો કોલલેટર લઇને જણાવેલ તારીખ/સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે.
(સી) જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઇ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મુળ કોલલેટરમાં જણાવેલ તારીખ/સ્થળે શારીરીક કસોટી આપવાની રહેશે.
(૧) પુરૂષ ઉમેદવારો માટે
અ. નં. | PET/PST માટેના કેન્દ્ર (ગ્રાઉન્ડ) નું નામ અને સરનામું |
(૧) | રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, સૈજપુર બોઘા, કૃષ્ણનગર, અમદાવાદ પીનકોડ-૩૮૨૩૪૬ |
(૨) | રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૫,લુણાવાડા રોડ,કોલીયારી ગોધરા. જી.પંચમહાલ-૩૮૯૦૦૧ |
(૩) | પોલીસ હેડ કવાર્ટર, કાળી તલાવડી, સીવીલ લાઇન્સ, બંબાખાના રોડ, ભરૂચ પીનકોડ-૩૯૨૦૦૧ |
(૪) | રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૧૧ વાવ(સુરત), મુ.વાવ, પોસ્ટ-કામરેજ તા.કામરેજ જી.સુરત -૩૯૪૧૮૫ |
(૫) | રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૮, કોટડા સાંગાણી રોડ, ગોંડલ જી.રાજકોટ-૩૬૦૩૧૧ |
(૬) | પોલીસ હેડ કવાર્ટર, શરૂ સેક્શન રોડ, જામનગર-૩૬૧૦૦૮ |
(૭) | રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બિલખારોડ, જૂનાગઢ-૩૬૨૦૦૧ |
(૮) | પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખેડા હેડ ક્વાર્ટર, ખેડા કેમ્પ, ખેડા. પીનકોડ-૩૮૭૫૭૦ |
(૯) | રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૭ નડીયાદ, કપડવંજ રોડ, જલારામ મંદિરની સામે, નડીયાદ જી.ખેડા-૩૮૭૦૦૧ |
(૧૦) | પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ કવાર્ટર, સિવીલ હોસ્પિટલ પાસે, રાજમહેલ રોડ, મહેસાણા-૩૮૪૦૦૧ |
(૧૧) | પોલીસ હેડ કવાર્ટર, હિંમતનગર ઇડર રોડ, જીલ્લા જેલની બાજુમા, હિંમતનગર જી.સાબરકાંઠા-૩૮૩૦૦૧ |
(૨) મહિલા ઉમેદવારો માટે
(૧) | જે.ડી નગરવાલા પોલીસ સ્ટેડીયમ, પોલીસ મુખ્ય મથક, શાહિબાગ અમદાવાદ-૩૮૦૦૦૪ |
(ર) | પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ, SRP ગ્રૃપ-૧ કેમ્પસ, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં, લાલબાગ,વડોદરા-૩૯૦૦૦૧ |
(૩) | મવડી પોલીસ હેડ કવાર્ટર, સર્વણભુમી એપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ-૩૬૦૦૦૪ |
(૪) | પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, સેકટર-૨૭, ગાંધીનગર.-૩૮૨૦૨૮ |
નોંધઃ તમામ માજી સૈનિક ઉમેદવારોની શારીરિક કસોટી તા.૨૮/૦૧/૨૦૨૫ અને તા.૨૯/૦૧/૨૦૨૫ નારોજ મવડી પોલીસ હેડ કવાર્ટર, સર્વણભુમી એપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ-૩૬૦૦૦૪ ખાતે યોજવામાં આવનાર છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટની બઢતી માટેની પરીક્ષા (મોડ-૩)નું હંગામી પરિણામ જાહેર કરવામાં આવેલ તેમજ રી-ચેકિંગ કરાવવા માંગતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ.
ઉમેદવારો તરફથી રીચેકિંગ માટે મળેલ કુલ-૫૨૬ અરજીઓની ચકાસણી કરી, આખરી પરિણામ જાહેર કરવામાં આવેલ છે.
આખરી પરિણામ જોવા માટે અહીં કલીક કરો....
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવીત જાન્યુઆરી-૨૦૨૫ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે. જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
ખાતાકીય બઢતી પરીક્ષા મોડ-૩ પેપર-૧ (કાયદો) તા.૧૮/૦૮/૨૦૨૪ નારોજ લેવાયેલ લેખિત પરીક્ષાના પ્રશ્ન પુસ્તીકા સિરીઝ-A ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબચાવી (Provisional Answer Key) તા.૨૨/૦૮/૨૦૨૪ નારોજ જાહેર કરવામાં આવેલ અને જો કોઇપણ ઉમેદવારને હંગામી જવાબચાવી (Provisional Answer Key) અંગે વાંધા/રજુઆત હોય તો તા.૨૨/૦૮/૨૦૨૪ થી તા.૨૪/૦૮/૨૦૨૨ ના કલાકઃ ૧૭.૦૦ વાગ્યા સુધીમાં ભરતી બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ [email protected] ઉપર મોકલી આપવા જણાવવામાં આવેલ.
તા.૨૨/૦૮/૨૦૨૪ નારોજ જાહેર કરવામાં આવેલ હંગામી જવાબચાવી (Provisional Answer Key) માં કોઇપણ પ્રકારનો ફેરફાર થયેલ ન હોવાથી તેને આખરી જવાબચાવી (FInal Answer Key) ગણવામાં આવેલ છે. જે ધ્યાને લેવુ.
પેપર-૧ (કાયદો) ની આખરી જવાબચાવી (FInal Answer Key) જોવા માટે અહીં કલીક કરો....
ખાતાકીય બઢતી પરીક્ષાના તા.૨૭.૦૧.૨૦૨૦ના પરીક્ષા નિયમોમાં મુદૃા નંબરઃ ૧૩ માં જણાવ્યા મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે ૩૦ (ત્રીસ) દિવસની સમય-મર્યાદા આપવાના થાય છે. જેથી જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના પેપર-૧ (કાયદો) અને પેપર-૨ (ગુજરાતી ભાષા) નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ પેપર દીઠ રીચેકીંગ ફી ના રૂ.૩૦૦/- “CHAIRMAN GUJARAT POLICE RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફટ Payable at GANDHINAGAR તેમજ પોતાના કોલલેટરની ઝેરોક્ષ નકલ અને નીચે જણાવેલ નમૂના મુજબની અરજી સાથે તા. ૩૦/૧૦/૨૦૨૪ થી તા. ૨૮/૧૧/૨૦૨૪ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર -૩૮૨૦૦૭ સરનામે અરજી મોકલી શકાશે. (તા.૨૮/૧૧/૨૦૨૪ બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં)
રિચેકીંગ માટેની અરજીનો નમૂનો જોવા અહીં કલીક કરો....
નોંધઃ આ હંગામી ૫રિણામ જાહેર કરવામાં આવેલ છે. રીચેકીંગની કાર્યવાહી બાદ આખરી ૫રિણામ જાહેર કરવામાં આવશે.
પેપર-૧ (કાયદો) અને પેપર-૨ (ગુજરાતી ભાષા)નું હંગામી ૫રિણામ (Provisional Result) જોવા માટે અહીં કલીક કરો....
ઉપરોકત તમામ કાર્યવાહી બાદ માન્ય રહેતી અરજીઓ માટે નીચેની બાબતો ધ્યાને લેવાની રહેશે.
દા.ત.
ગગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉપયોગમાં લેવાનાર ટેકનોલોજી માટે અનુભવી અને રસ ધરાવતા વેપારી / એજન્સીઓની તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ પ્રિ-બીડ મીંટીંગ રાખવામાં આવેલ. જે અંગેની સૂચના જોવા માટે અહીં કલીક કરો....
ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની સીધી ભરતી પ્રક્રિયા હાલ ચાલુમાં છે. ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉપયોગમાં લેવાનાર ટેકનોલોજી માટે અનુભવી અને રસ ધરાવતા વેપારી / એજન્સી તરફથી દરખાસ્ત મંગાવવામાં આવેલ છે. જે અંગે તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ પ્રિ-બીડ મીંટીંગ રાખવામાં આવેલ. જે અંગેની નોટીસ જોવા માટે અહીં કલીક કરો....
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર શારીરીક કસોટીના ટેન્ડરની જાહેરાત જોવા માટે અહીં કલીક કરો....
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ તા.૨૬/૦૮/૨૦૨૪ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઓનલાઇન અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ-૨૯૫૩ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.
જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૯/૦૯/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.
તા.૨૯/૦૯/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.
અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા માટે અહીં કલીક કરો....
અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પો.સ.ઇ માટે લાયક હતા પણ ફકત પો.સ.ઇ.ને બદલે ભુલથી ફકત લોકરક્ષકની અરજી થઇ ગઇ છે
જવાબ- તાજેતરમાં લોકરક્ષકની જે અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફકત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પો.સ.ઇ માટે લાયક હતા પણ ફકત પો.સ.ઇ.ને બદલે ભુલથી Both (PSI and Lokrakshak Cadre) માં અરજી થઇ ગઇ છે
જવાબ - તાજેતરમાં Both (PSI and Lokrakshak Cadre) જે અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફકત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
અગાઉ લોકરક્ષક માટે લાયક હતા પરંતુ PSI માટે લાયક ન હતા તેમછતાં ભુલથી Both (PSI and Lokrakshak Cadre) માં અરજી કરેલ હતી. પરંતુ તાજેતરમાં PSI માટે લાયક છે તો હવે અગાઉની Both (PSI and Lokrakshak Cadre) અરજી માન્ય રહેશે કે નવી અરજી કરવી પડે?
જવાબ - આ કિસ્સામાં અગાઉ જે Both (PSI and Lokrakshak Cadre) ની અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે Both (PSI and Lokrakshak Cadre) માં ફરી નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
અગાઉ EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી. હવે હુ PSI માટે લાયક છુ અને EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી પણ છે તો હવે હુ Both (PSI and Lokrakshak Cadre) માં EWS/SEBC કેટેગીરીમાં અરજી કરી શકુ?
જવાબ - ફકત PSI કેડરમાં EWS/SEBC માં અરજી કરી શકે. જો Both (PSI and Lokrakshak Cadre) માં EWS/SEBCમાં અરજી કરશે તો તેની તમામ અરજી રદ્દ કરવામાં આવશે.
અગાઉ EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી. હવે મારી પાસે EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી છે તો હવે હુ લોકરક્ષક કેડરમાં ફરીથી EWS/SEBC કેટેગીરીમાં અરજી કરી શકુ?
જવાબ - ના, જાહેરાતનો સમયગાળો ઘણો હતો એટલે ઉમેદવારોને EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી કાઢવા માટે પુરતો સમય હતો તેમ છતાં EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી કાઢવાના બદલે જનરલમાં અરજી કરેલ હોઇ, આવા ઉમેદવારોને વધુ તક મળવાપાત્ર નથી.
લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક તા.૧ર.૪.ર૦ર૪ ના રોજ વેબસાઇટ ૫ર મુકવામાં આવેલ. ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ થાય તે માટે ઉ૫રોકત અંદાજિત સમય૫ત્રકમાં ઉમેદવારોએ નીચેની બાબતો ઘ્યાને લેવી.
ખાતાકીય બઢતી પરીક્ષા મોડ-૩ પેપર-૧ (કાયદો) તા.૧૮/૦૮/૨૦૨૪ નારોજ લેવાયેલ લેખિત પરીક્ષાના પ્રશ્ન પુસ્તીકા સિરીઝ-A ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબચાવી (Provisional Answer Key) જોવા માટે અહીં કલીક કરો......
ઉમેદવારોએ પોતાના પરીક્ષાના જવાબ પ્રશ્ન પુસ્તીકા સિરીઝ-A સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.
કોઇપણ ઉમેદવારને હંગામી જવાબચાવી (Provisional Answer Key) અંગે વાંધા/રજુઆત હોય તો તા.૨૨/૦૮/૨૦૨૪ થી તા.૨૪/૦૮/૨૦૨૨ ના કલાકઃ ૧૭.૦૦ વાગ્યા સુધીમાં ભરતી બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ [email protected] ઉપર જ મોકલી આપવાના રહેશે. વાંધા/રજુઆતમાં ઉમેદવારે પોતાનું નામ, રોલ નંબર, મોબાઇલ નંબર અને પ્રશ્ન પુસ્તીકા સિરીઝ-A મુજબ જે પ્રશ્ન અંગે વાંધા/રજુઆત છે તે પ્રશ્નનો ક્રમાંક ઇ-મેઇલ માં અવશ્ય દર્શાવવાનો રહેશે અને સાથોસાથ જે પ્રશ્નનો વાંધા/રજુઆત કરેલ છે તે અંગેના પ્રમાણનો પુરાવો ઇ-મેઇલમાં એટેચ (જોડાણ) કરેલ હશે તેવા જ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે. અન્ય રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ તેમજ પોતાનું નામ, રોલ નંબર, મોબાઇલ નંબર અને પ્રશ્ન ક્રમાંકની માહિતી ભરેલ ન હોય તેવા વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
તા.૧૮/૦૮/૨૦૨૪ નારોજ યોજાયેલ ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩) ની લેખિત પરીક્ષામાં પેપર-૧ (કાયદો)ના પેપરમાં હાજર રહેલ તમામ ઉમેદવારોની OMR Sheet ની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ છે અને તમામ OMR Sheet અપલોડ કરવામાં આવેલ છે. જે જોવા માટે અહીં કલીક કરો......
મોડ-૩ ૫રીક્ષાના પે૫ર-૧ માં પુસ્તકો સાથે ૫રીક્ષા આ૫વાની જોગવાઇ છે. ૫રંતુ આ પુસ્તકો સરકાર અથવા માન્ય સંસ્થા ઘ્વારા પ્રકાશિત BARE ACT એટલે કે કોઇ૫ણ પ્રકારની ટીકાટિપ્પણી વિનાનું માત્ર સરકાર ઘ્વારા બહાર પડાયેલ કાયદાઓની કલમો દર્શાવતું પુસ્તક રાખવાની છૂટ છે.
ઉમેદવારો સમજના અભાવને કારણે ટીકાટિપ્પણીવાળું કોઇ પુસ્તક લઇને આવશે તો તેમને તે પુસ્તક સાથે રાખવા દેવામાં આવશે નહીં.
આ અંગે ઉમેદવારો અવારનવાર ભરતી બોર્ડને ફોન કરીને પૃચ્છા કરતા હોય છે. તેઓને માર્ગદર્શન મળી રહે તથા ૫રીક્ષાના દિવસે તેમને મુશ્કેલી ન ૫ડે તે માટે અત્રેના ઘ્યાન ૫ર આવેલ કેટલાક પ્રકાશકો ઘ્વારા પ્રકાશિત BARE ACT ના પુસ્તકોના કવરપેજના ફોટા નીચે મુકેલ છે.
નોંઘ : આ માત્ર અત્રેના ઘ્યાન ૫ર આવેલ ઉદાહરણરૂ૫ પુસ્તકો છે. અન્ય પ્રકાશકો ઘ્વારા ૫ણ બહાર પાડવામાં આવેલ અભ્યાસક્રમના કાયદાઓના BARE ACT (કોઇ૫ણ ટીકાટિપ્પણી વગરનું પુસ્તક) ઉમેદવાર સાથે રાખી શકશે.
ફોટા જોવા માટે અહીં કલીક કરો......
લોકરક્ષક ભરતી ર૦ર૧-રર ની ભરતી પ્રક્રિયા દરમ્યાન ગેરરીતિ કરી, પોલીસ ભરતીમાં બિનઅધિકૃત રીતે ભરતી થવાની કોશીષ કરી ગેરરીતી આચરેલ હતી તેવા કુલ-૩૭ ઉમેદવારોને રાજય સરકાર હસ્તકની ભરતીમાં તા.૨૮/૦૫/૨૦૨૪ થી આગામી ૩ (ત્રણ) વર્ષ માટે ગેરલાયક ઠરાવવામાં આવેલ છે.
ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો......
લેખિત પરીક્ષા તા.૧૮/૦૮/૨૦૨૪ નારોજ ગાંધીનગર ખાતે યોજાનાર છે. આ લેખિત પરીક્ષા માટે પેપર-૧ (કાયદો) અને પેપર-૨ (ગુજરાતી ભાષા) માટે ઉમેદવારોના જાણ સારૂ જરૂરી સુચનાઓ જોવા માટે અહીં કલીક કરો......
લેખિત પરીક્ષા તા.૧૮/૦૮/૨૦૨૪ નારોજ ગાંધીનગર ખાતે યોજાનાર છે. લેખિત પરીક્ષામાં હાજર રહેવા માટેના કોલલેટર સબંધિત શહેર/જીલ્લા ખાતે પત્ર લખી મોકલી આપવામાં આવેલ છે.
પત્રમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારે પોતાનો ઉમેદવારના સાદા કપડામાં (સિવિલ ડ્રેસનો) ફોટો કચેરી ખાતે આપી કોલલેટરમાં નિયત જગ્યાએ ચોટાડી ફોટા ઉપર કચેરીનો રાઉન્ડ સ્ટેમ્પ લગાવી, નિયત જગ્યાએ પોતાની સહી કરી, કચેરીના સહી સિકકા કરાવી, કચેરી ખાતે પત્રકમાં જણાવેલ કોલમ મુજબ “ઉમેદવારની કોલલેટર મળ્યા બદલની સહી” કરી કોલલેટર લેખિત કસોટી સમય સાથે લાવવાનો રહેશે.
લેખિત પરીક્ષા માટે કોલલેટરનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો......
શહેર/જીલ્લાને લખવામાં આવેલ પત્ર જોવા માટે અહીં કલીક કરો......
મોડ-૩ બઢતી ૫રીક્ષા માટે તા.રર.૦૭.ર૦ર૪ તથા તા.ર૩.૦૭.ર૦ર૪ ના રોજ લેવાયેલ શારીરિક કસોટીમાં ઉત્તિર્ણ થયેલ કુલ-૧૩૫૦ ઉમેદવારોની લેખિત ૫રીક્ષા તા.૧૮.૦૮.ર૦ર૪ ને રવિવાર ના રોજ ગાંઘીનગર ખાતે યોજાનાર છે.
મોડ-૩ - પે૫ર-૧ માટે ૫રીક્ષા નિયમોમાં જણાવ્યાનુસાર નીચે મુજબની જોગવાઇ છે :
આ જોગવાઇ મુજબ પે૫ર-૧ ની અંદર પુસ્તકો સાથે ૫રીક્ષા આપી શકાશે. ૫રંતુ પુસ્તકો સરકાર ઘ્વારા પ્રકાશિત અથવા સંસ્થા ઘ્વારા પ્રકાશિત Bare Act એટલે કે કોઇ૫ણ ટીકાટિપ્પણી વિનાના પુસ્તકો ૫રીક્ષામાં સાથે રાખી શકાશે.
કેન્દ્રમાં પ્રવેશતી વખતે પુસ્તકોની ચકાસણી કરવામાં આવશે અને પુસ્તકોમાં મૂળ કાયદા ઉ૫રાંત કોઇ૫ણ ટીકાટિપ્પણી હશે તો તેવું પુસ્તક ૫રીક્ષાખંડમાં લઇ જવા દેવામાં આવશે નહીં. જેથી ઉમેદવાર જે પુસ્તક ૫રીક્ષાખંડમાં ઉ૫યોગમાં લેવા માગે છે તે પુસ્તકની ચકાસણી કરી ૫રીક્ષા કેન્દ્ર ૫ર આવે તેની સલાહ છે.
ખાતાકીય બઢતી (મોડ-૩) માટેની શારીરીક કસોટી તા.૨૨/૦૭/૨૦૨૪ તથા ૨૩/૦૭/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ.
ખાતાકીય બઢતી (મોડ-૩)ની શારીરીક કસોટીનું પરીણામ જોવા માટે અહીં કલીક કરો......
બિન હથિયારી પો.સ.ઇ. ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩) માટે ની શારીરીક કસોટી તા.૨૨/૦૭/૨૦૨૪ થી તા.૨૪/૦૭/૨૦૨૪ દરમ્યાન યોજાનાર છે.
શારીરીક કસોટીમાં ઉતીર્ણ થનાર ઉમેદવારોની લેખિત પરીક્ષા ઓગષ્ટ માસમાં યોજવામાં આવનાર છે. જે ધ્યાને લેવુ
શારીરીક કસોટી તા.૨૨/૦૭/૨૦૨૪ થી તા.૨૪/૦૭/૨૦૨૪ દરમ્યાન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે યોજાનાર છે. શારીરીક કસોટીમાં હાજર રહેવા માટેના કોલલેટર સબંધિત શહેર/જીલ્લા ખાતે પત્ર લખી મોકલી આપવામાં આવેલ છે.
પત્રમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારે કોલલેટરમાં નિયત જગ્યાએ પોતાની સહી કરી, પોતાનો યુનિફોર્મવાળો (ટોપી વગરનો) ફોટો નિયત જગ્યાએ ચોટાડી, ફોટા ઉપર કચેરીનો રાઉન્ડ સ્ટેમ્પ લગાવી, કચેરીના સહી સિકકા કરાવી, કચેરી ખાતે પત્રકમાં જણાવેલ કોલમ મુજબ “ઉમેદવારની કોલલેટર મળ્યા બદલની સહી” કરી કોલલેટર મેળવી લઇ હાજર રહેવાની જવાબદારી ઉમેદવારની રહેશે. કોલલેટર સિવાય શારીરીક કસોટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
કોલલેટરનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો......
શહેર/જીલ્લાને લખવામાં આવેલ પત્ર જોવા માટે અહીં કલીક કરો......
ઉમેદવારને શારીરીક કસોટીમાં હાજર રહેવા અંગેની માહિતી દર્શાવતુ પત્રક જોવા માટે અહીં કલીક કરો......
બિન હથિયારી પો.સ.ઇ. ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩) માટે શહેર/જીલ્લા/યુનીટ તરફથી અરજીઓ મંગાવવામાં આવેલ. અત્રે જે ઉમેદવારોની અરજી મળેલ છે તે ઉમેદવારોની શારીરીક કસોટી તા.૨૨/૦૭/૨૦૨૪ થી તા.૨૪/૦૭/૨૦૨૪ દરમ્યાન, ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે યોજાનાર છે. શારીરીક કસોટીમાં હાજર રહેવા માટેના પ્રવેશપત્ર (કોલલેટર) સબંધિત શહેર/જીલ્લા ખાતે મોકલી આપવામાં આવશે જે ધ્યાને લેવુ
વધુમાં લેખિત પરીક્ષામાં કાયદાના પેપર બાબતે ઘણા બધા ઉમેદવારો તરફથી રજુઆત મળેલ છે કે કાયદાનું પેપર જુના કાયદા મુજબ કે નવા કાયદા મુજબ લેવામાં આવશે? આ અંગે જણાવવાનું કે, સરકારશ્રીના તા.૨૭/૦૧/૨૦૨૦ના પરીક્ષા નિયમોમાં જણાવ્યા મુજબ કાયદાનું પેપર લેવામાં આવશે જે ધ્યાને લેવુ.
બિન હથિયારી પો.સ.ઇ. ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ-૩) માટે શહેર/જીલ્લા/યુનીટ તરફથી અરજીઓ મંગાવવામાં આવેલ. અત્રે જે ઉમેદવારોની અરજી મળેલ છે તે ઉમેદવારોની શારીરીક કસોટી જુલાઇ માસમાં યોજવામાં આવનાર છે. જે ધ્યાને લેવુ
ઉપરોકત બાબતે જો કોઇ પ્રશ્ન હોય તો સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી (જાહેર રજાના દિવસ સિવાય) પોલીસ ભરતી બોર્ડની હેલ્પલાઇન નંબરઃ (1) 81608 80331 (2) 81608 53877 (3) 81608 09253 ઉપર સંપર્ક કરવો.
પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરના ભરતી પરીક્ષા નિયમોને ધ્યાને લઇ, લેખિત પરીક્ષા માટે ઉમેદવારોના માર્ગદર્શન સારૂ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે. જે નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.
પો.સ.ઇ. કેડરનો અભ્યાસક્રમ જોવા માટે અહીં કલીક કરો......
લોકરક્ષક કેડરનો અભ્યાસક્રમ જોવા માટે અહીં કલીક કરો......
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ-૧૪૩૬૫ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.
જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૫/૦૫/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.
તા.૨૫/૦૫/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.
અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા માટે અહીં કલીક કરો......
જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા કુલ-૧૭,૦૦૦ જેટલા ઉમેદવારોએ ફી ભરવાની બાકીમાં છે. ઓનલાઇન ફી ભરવા માટેનો આવતીકાલ તા.૦૭/૦૫/૨૦૨૪ છેલ્લો દિવસ છે, જેથી બાકી રહેલ ઉમેદવારોએ ફી તાત્કાલીક ઓનલાઇન ફી સમયસર ભરી દેવી. જો સમયસર ફી ભરાશે નહીં તો આવા ઉમેદવારોની અરજી રદ થશે.
જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા કુલ-૨૦,૦૦૦ ઉમેદવારોએ ફી ભરવાની બાકીમાં છે. જેથી બાકી રહેલ ઉમેદવારોએ ફી તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.
તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦.૦૪.૨૦૪ દરમ્યાન ૧૨,૪૫,૬૧૨ અરજીઓ થયેલ છે તે પૈકી ૧૦,૨૬,૮૧૯ અરજીઓ કન્ફર્મ થયેલ છે.
જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા કુલઃ ૧,૫૫,૩૭૧ ની કન્ફર્મ થયેલ છે તે પૈકી તા.૦૧/૦૫/૨૦૨૪ નારોજ કલાકઃ ૧૦.૦૦ વાગ્યા સુધીમાં ૧,૨૯,૨૧૮ ઉમેદવારોએ ફી ભરેલ છે, આમ હજી ૨૬,૧૫૩ ઉમેદવારોએ ફી ભરવાની બાકીમાં છે. જેથી બાકી રહેલ ઉમેદવારોએ ફી તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.
વધુમાં ખાસ જણાવવાનું કે, જે ઉમેદવારોની અરજી કન્ફર્મ થયેલ છે તેવા ઉમેદવારોની અરજીમાં કોઇ ભુલ રહેલ હોય તો આ બાબતે રૂબરૂમાં કે ટપાલથી ભરતી બોર્ડ ખાતે સુધારા માટે રજુઆત કરવી નહીં, કારણ કે અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઇ સુધારો કરી શકાય નહીં જે ધ્યાને લેવુ.
તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૨૯/૦૪/૨૦૨૪ના બપોર કલાકઃ ૧૨.૪૫ સુધીમાં ૧૦,૭૮,૪૧૦ અરજીઓ થયેલ છે તે પૈકી ૮,૯૨,૪૮૬ અરજીઓ કન્ફર્મ થયેલ છે.
જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, અરજી કરવાની છેલ્લી આવતીકાલ તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ ફકત ૨ (બે) દિવસ જ બાકી છે. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.
અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.
ઉમેદવારો તરફથી રજુઆત મળેલ છે કે, અરજી કન્ફર્મ થયા અંગેનો કોઇ મેસેજ મળેલ ન હોય તો અરજી કન્ફર્મ થયેલ છે કે નહી તે કઇ રીતે જાણી શકાય? જે અંગે જરૂરી માર્ગદર્શન નીચે મુજબ છે.
OJAS પોર્ટલ પર અરજીમાં તમામ વિગતો ભર્યા બાદ SAVE બટન ઉપર કલીક કરવાથી અરજી નંબર દેખાશે જે નોંધી લેવો. આ અરજી નંબરનો ઉપયોગ કરી ફોટો અને સહી અપલોડ કરવી. અરજી કન્ફર્મ કરવા માટે Online Application માં Confirm બટન ઉપર કલીક કરવુ ત્યાર બાદ અરજી નંબર અને જન્મ તારીખ નાખ્યા બાદ OK બટન ઉપર કલીક કરવાથી તમારી અરજી કન્ફર્મ થઇ જશે અને ૮ (આઠ) આંકડાનો કન્ફર્મ નંબર પણ દેખાશે જે નોંધી લેવો.
જો અરજી કન્ફર્મ કરેલ હોય અને કન્ફર્મ નંબર ભુલી ગયા હોય તો OJAS પોર્ટલના Home પેઇઝ ઉપર Help/Query સેકશનમાં “તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં કલીક કરો” ઉપર કલીક કરવાથી Enter Advertisement No. માં GPRB/202324/1 અને મોબાઇલ નંબર અને જન્મ તારીખ નાખી તમારો કન્ફર્મેશન નંબર જાણી શકો છો.
તમે અરજી કન્ફર્મ કરેલ છે અને કન્ફર્મ થઇ છે કે નહીં તેની ખબર ના પડતી હોય તો નીચેની લીંક ઉપર કલીક કરવાથી તમારો કન્ફર્મેશન નંબર મળી જશે. જો તમને કન્ફર્મેશન નંબર મળે તો તમારી અરજી કન્ફર્મ અને જો ના મળે તો તમારી અરજી કન્ફર્મ થયેલ નથી. જો તમારી અરજી કન્ફર્મ થયેલ ના હોય તો તમારે અરજી કન્ફર્મ કરવાની થાય અથવા નવેસરથી બીજી અરજી કરવાની થાય.
કન્ફર્મેશન નંબર જાણવા માટે નીચેની લીંક ઉપર કલીક કરો.
https://ojas.gujarat.gov.in/KnowConfirmationNo.aspx?opt=wgtAwyTJIQM=
તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૨૪/૦૪/૨૦૨૪ના સવાર સુધીમાં ૭,૮૧,૮૪૮ અરજીઓ થયેલ છે તે પૈકી ૬,૪૧,૫૯૧ અરજીઓ કન્ફર્મ થયેલ છે.
જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, કારણ કે જો પાછળના દિવસોમાં વધારે પ્રમાણમાં અરજીઓ કરવાનો પ્રયાસ થશે તો OJAS પોર્ટલ ઉપર લોડ વધવાની શકયતાને કારણે અરજી કરવાથી વંચીત રહી જવાની શકયતા છે. અરજી કરવાની છેલ્લી તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ હજી પણ ૭ (સાત) દિવસ બાકી છે જે સમય પર્યાપ્ત છે. પાછળથી સમય વધારવામાં આવશે નહીં અને વધારાના સર્વર પણ મૂકવામાં આવશે નહીં. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.
અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.
ઉપરોકત બાબતે જો કોઇ પ્રશ્ન હોય તો વેબસાઇટ પર મૂકવામાં આવેલ પ્રશ્નો/જવાબનો અભ્યાસ કરી લેવો તેમજ વધુ જરૂર જણાય તો સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી પોલીસ ભરતી બોર્ડની હેલ્પલાઇન નંબરઃ (1) 81608 80331 (2) 81608 53877 (3) 81608 09253 તથા ટોલ ફ્રી નંબરઃ 1800 233 5500 ઉપર સંપર્ક કરી માહિતી મેળવી લેવી.
તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૧૫/૦૪/૨૦૨૪ના બપોર સુધીમાં ૪,૫૯,૬૦૯ અરજીઓ થયેલ છે તે પૈકી ૩,૬૭,૦૭૬ અરજીઓ કન્ફર્મ થયેલ છે.
જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, કારણ કે જો પાછળના દિવસોમાં વધારે પ્રમાણમાં અરજીઓ કરવાનો પ્રયાસ થશે તો OJAS પોર્ટલ ઉપર લોડ વધવાની શકયતાને કારણે અરજી કરવાથી વંચીત રહી જવાની શકયતા છે. અરજી કરવાની છેલ્લી તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ હજી પણ ૧૫ (પંદર) દિવસ બાકી છે જે સમય પર્યાપ્ત છે. પાછળથી ભોગે સમય વધારવામાં આવશે નહીં અને વધારાના સર્વર પણ મૂકવામાં આવશે નહીં. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.
અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી.
લોકરક્ષક તથા પો.સ.ઇ. ભરતીના ઉમેદવારો ૫રીક્ષાની તૈયારીનું આગોતરૂ આયોજન કરી શકે તે માટે ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક આ સાથે મુકવામાં આવેલ છે.
આ અંદાજિત સમય૫ત્રક છે, જુદા જુદા કારણોસર તેમાં ફેરફાર થઇ શકે છે. પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક માટે અહીં કલીક કરો......
કેટલાક ઉમેદવારો કે જેઓએ ઘોરણ-૧ર પાસ કર્યા વિના બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીનો બેચલર પ્રિપેરેટીવ પ્રોગ્રામ (BPP) બી.એ. / બી.કોમ. જેવો અભ્યાસ કરેલ છે, તેવા ઉમેદવારો લોકરક્ષક / પો.સ.ઇ.માં અરજી કરી શકે કે કેમ?
બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીની માર્ગદર્શન પુસ્તિકામાં સ્નાતક ૫દવી માટેના પ્રારંભિક અભ્યાસક્રમ અંગેનું સાહિત્ય વંચાણે લેતાં બેચલર પ્રિપેરેટીવ પ્રોગ્રામ ઘોરણ-૧ર સમકક્ષ નથી. જેથી બી.પી.પી. પાસ કરનાર ઉમેદવાર કે જેણે ઘોરણ-૧ર પાસ કરેલ ન હોય અથવા તો ઘોરણ-૧ર પાસને સમકક્ષ ગણાતો ડિપ્લોમા / આઇ.ટી.આઇ. પાસ કરેલ ન હોય તો તે લોકરક્ષકમાં અરજી કરી શકશે નહીં કારણ કે તેણે ઘોરણ-૧ર સમકક્ષ ૫રીક્ષા પાસ કરેલ નથી.
૫રંતુ જો બી.પી.પી. કર્યા બાદ ઉમેદવારે બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીમાં સ્નાતક એટલે કે બી.એ. / બી.કોમ. જેવો અભ્યાસક્રમ કરેલ હોય તો તે ઉમેદવાર પો.સ.ઇ. માટે અરજી કરી શકશે.
આવા ઉમેદવારે ઘોરણ-૧ર સમકક્ષની માર્કશીટને બદલે સ્નાતકના છેલ્લા વર્ષની માર્કશીટ અ૫લોડ કરવાની રહેશે તથા તેમાં દર્શાવ્યા મુજબનું નામ અરજીમાં ભરવાનું રહેશે.
બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટી અંગે ઉમેદવારો ઘ્વારા મળેલ રજૂઆતના આઘારે ચકાસણી કરી ઉ૫રોકત વિગતો મુકેલ છે. કોઇ ઉમેદવાર પાસે આ પ્રકારની અન્ય યુનિવર્સીટીની કોઇ ડિગ્રી હોય તો તેના પ્રમાણ૫ત્રો તથા યુનિવર્સીટીના અભ્યાસક્રમ સાથે ભરતી બોર્ડનો રૂબરૂ સં૫ર્ક કરવાથી તેઓને વઘુ માર્ગદર્શન આપી શકાશે.
બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીના અભ્યાસક્રમની માહિતી માટે અહીં કલીક કરો......
ઉમેદવારો તરફથી ભરતી પ્રક્રિયામાં પસંદગી થયા બાદ તબીબી પરીક્ષણને લગત નીચે જણાવ્યા મુજબના પ્રશ્નો અમારી સમક્ષ આવેલ છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય વિભાગના મેડીકલ બોર્ડને પત્ર લખવામાં આવનાર છે. જેથી નીચે જણાવેલ પ્રશ્નો સિવાય તબીબી પરીક્ષણને લગત જો કોઇ અન્ય પ્રશ્ન હોય તો દિન-૨માં જણાવવુ.
ભરતી બોર્ડ ધ્વારા તા.૦૧/૦૪/૨૦૨૪ નારોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ જાહેરાત અંગેની સુચનાઓમાં મુદદા નંબરના ખાસ નોંધ માં (એ) માં જણાવ્યા મુજબ “ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.” તેમ જણાવેલ છે.
તેમ છતાં હેલ્પલાઇન ઉપર નીચે મુજબની રજુઆતો મળેલ છે.
ઉપરોકત બંન્ને કિસ્સામાં ઉમેદવારોએ ધોરણ-૧૨ની માર્કશીટ અથવા ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ જ અપલોડ કરવાની છે.
જો કોઇ ઉમેદવારે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષની માર્કશીટના બદલે સમકક્ષ પ્રમાણપત્ર (ઇકવીલેન્ટ સર્ટીફિકેટ) અથવા સ્નાતકની માર્કશીટ અપલોડ કરી હશે તો અરજી માન્ય રહેશે નહીં, જેથી આવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરીને ફી પણ ભરવાની રહેશે.
કેટલાક ઉમેદવારો ૫ગારઘોરણ વિશે જાણવા માગે છે, જેની વિગતો નીચે મુજબ છે.
સરકારશ્રીના નાણાં વિભાગ, ગાંધીનગરના તા.૧૮.૧૦.૨૦૨૩ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/ ૨૦૦૨/૫૭/પાર્ટ-૪/ઝ.૧ માં જણાવ્યા મુજબ કરારના સમયગાળા દરમ્યાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરમાં માસિક રૂ.૪૯,૬૦૦/- તથા લોકરક્ષક સંવર્ગમાં માસિક રૂ.૨૬,૦૦૦/- ના એકત્રિત વેતન તેમજ સરકારશ્રી જો કોઇ બીજા ભથ્થા નક્કી કરે તો તે મુજબના વેતનથી ફિકસ્ડ પગાર જ મળવાપાત્ર થશે અને કરારના સમયગાળા દરમ્યાન સંતોષકારક રીતે નોકરી પૂર્ણ કરશે તો જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં (પગાર ધોરણ નીચે દર્શાવ્યા મુજબ છે.) નિયમિત નિમણુંક મળવાપાત્ર થશે.
ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે હેલ્પ લાઇન શરૂ કરવામાં આવેલ છે, જેના મોબાઇલ નંબરો નીચે જણાવ્યા મુજબ છે. આ હેલ્પ લાઇન જાહેર રજાના દિવસો સિવાય સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
તા.૧૩.૦૩.ર૦ર૪ ના રોજ વર્તમાન૫ત્રમાં બહાર પાડવામાં આવેલ લોકરક્ષક તથા પી.એસ.આઇ. ની ભરતીની જાહેરાતમાં બિનઅનામત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગ આ બંને કેટેગરી વિશે કેટલાક ઉમેદવારોને ગેરસમજ હોવાની અત્રે રજૂઆત મળેલ છે. જેથી ઉમેદવારોની જાણ માટે નીચે મુજબની સ્પષ્ટતા બહાર પાડવામાં આવે છે.
બિનઅનામત વર્ગ એટલે કે જેમને SC, ST, SEBC નો લાભ મળતો નથી, ૫રંતુ સરકારશ્રીએ નકકી કરેલા મા૫દંડો મુજબ આર્થિક રીતે નબળા વર્ગમાં એટલે કે EWS માં જેનો સમાવેશ થાય છે તે.
પોલીસ ભરતી બોર્ડની ઓનલાઇન અરજી કન્ફર્મ કર્યા બાદ જે ઉમેદવારોએ ફીના નાણાં ભરવાના છે તેવા ઉમેદવારોએ SBIepay નું પેઇજ ખુલે તેમાં કયા મોડથી ફી ભરવાની છે તેની માહિતી આવશે તેમાં (1) UPI (2) Internet Banking તથા (3) Debit/Credit/Prepaid Cards મોડ હશે.
Debit/Credit/Prepaid Cards પૈકી જે ઉમેદવારોએ Debit Card થી ફી ભરવાની છે તેમાં ફકત Rupay Debit Card સિવાય અન્ય કોઇ Debit Card થી ફી ભરી શકાશે નહીં જે ધ્યાને લેવુ
(૮.૨૦) પોલીસ કે સરકારી ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહિં. ભરતીના કોઇપણ તબક્કે આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ્દ કરવાને પાત્ર રહેશે.
તેને બદલે હવે નીચે જણાવેલ ફકરો વાંચવાનો રહેશે.
(૮.૨૦) ગેરરીતિ સબબ તમામ સરકારી ભરતી માટે ગેરલાયક ઠરેલ ઉમેદવારો અથવા પોલીસ ભરતી બોર્ડની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહિં. ભરતીના કોઇપણ તબક્કે આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ્દ કરવાને પાત્ર રહેશે.
અન્ય કોઇ એક જ ભરતી બોર્ડ (મંડળ)ની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો જો પોલીસ ભરતી માટે ગેરલાયક ઠરેલ ન હોય તો આ ભરતીમાં અરજી કરી શકશે.
૭.૭ માં નીચે જણાવેલ ફકરો ઉમેરવામાં આવેલ છે.
મૂળ ગુજરાતનાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ, અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોને જ અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે.
સુધારા સાથેની વિગતવારની સુચનાઓ જોવા માટે અહીં કલીક કરો......
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની તા.૧૨/૦૩/૨૦૨૪ નારોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ સુચનાઓની નોંધ (ર) માં જાહેરાત અંગેની વિગતવારની સુચનાઓ આ વેબસાઇટ પર ટુંક સમયમાં મૂકવામાં આવનાર છે તેમ જણાવેલ હતુ. ઓનલાઇન અરજીઓ સ્વીકારવા માટેની કાર્યવાહીમાં ઉમેદવારોને સરળતા રહે તે હેતુથી વિગતવારની સુચનાઓ મૂકવામાં આવે છે,
વિગતવારની સુચનાઓ જોવા માટેઅહીં કલીક કરો......
ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે દૈનિક અખબારમાં આપવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 જોવા માટે અહીં કલીક કરો......
પો.સ.ઇ. કેડરના પરીક્ષા નિયમો (Combined Competitive Examinations Rules) જોવા માટે અહીં કલીક કરો......
બિન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર માટેના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમો (Combined Competitive Examinations Rules) જોવા માટે અહીં કલીક કરો......
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
હથિયારી પોલીસ કોન્સ્ટેબલના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
જેલ સિપોઇ (પુરૂષ) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
જેલ સિપોઇ (મહિલા) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
(૧) OJAS વેબ સાઇટ પર ઓનલાઇન અરજીઓ તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ સ્વીકારવા અંગેની કાર્યવાહી ચાલુ થવાની સંભાવના છે.
(૨) જાહેરાત અંગેની વિગતવારની સુચનાઓ આ વેબસાઇટ પર તથા OJAS વેબ સાઇટ પર ટુંક સમયમાં મૂકવામાં આવનાર છે.
(૩) ગુજરાત પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ કાર્યરત ન થાય ત્યાં સુધી અગત્યની માહિતી આ જ વેબસાઇટ પર મૂકવામાં આવશે.