જુની સુચનાઓ
 • :: તા.૦૪/૦૧/૨૦૨૨ ::

  લોકરક્ષક કેડરની શારીરીક કસોટી દરમ્યાન જો કોઇ ઉમેદવાર Covid-19 પોઝીટીવ આવે તો આવા ઉમેદવારોએ પોતાની શારીરીક કસોટીની તારીખ પહેલા ભરતી બોર્ડ ખાતે કેસ પેપરની નકલ તથા RTPCR ની નકલ સાથે જાણ કરવાની રહેશે. ઉમેદવાર ધ્વારા RTPCRનો નેગેટીવ રિપોર્ટ બોર્ડને રજુ કર્યેથી ઉમેદવારને બીજી તારીખ આપવામાં આવશે. (ઉમેદવારને શારીરીક કસોટીની છેલ્લી તારીખ સુધી તારીખ બદલી આપવામાં આવશે. શારીરીક કસોટીની છેલ્લી તારીખ નીચે મુજબ છે.) કસોટીની છેલ્લી તારીખ સુધી જો ઉમેદવારનો નેગેટીવ રિપોર્ટ ન આવે તો શારીરીક કસોટીની તક મળશે નહીં.

  ગ્રાઉન્ડનું નામ શારીરીક કસોટીની છેલ્લી તારીખ
  SRPF Group-12, Gandhinagar તા.૦૨/૦૨/૨૦૨૨
  Mehsana તા.૨૪/૦૧/૨૦૨૨
  Sabarkantha તા.૨૪/૦૧/૨૦૨૨
  SRPF Group-7, Nadiad તા.૨૪/૦૧/૨૦૨૨
  Kheda-Nadiad તા.૨૪/૦૧/૨૦૨૨
  SRPF Group-5, Godhra તા.૨૪/૦૧/૨૦૨૨
  Bharuch તા.૨૮/૦૧/૨૦૨૨
  SRPF Group-11, Vav તા.૦૨/૦૧/૨૦૨૨
  Surendranagar તા.૨૪/૦૧/૨૦૨૨
  Rajkot City તા.૨૯/૦૧/૨૦૨૨
  PTC Junagadh તા.૦૧/૦૨/૨૦૨૨
  SRPF Group-8, Gondal તા.૨૨/૦૧/૨૦૨૨
  Amreli તા.૨૨/૦૧/૨૦૨૨
  Patan તા.૨૨/૦૧/૨૦૨૨
  Banaskantha તા.૨૪/૦૧/૨૦૨૨

  નોંધઃ આ અંગે ઉમેદવાર ભરતી બોર્ડના હેલ્પ લાઇન નંબરઃ (૧) ૯૧૦૪૬૫૪૧૬ (ર) ૮૪૦૧૧૫૪૨૧૭ (૩) ૭૦૪૧૪૫૪૨૧૮ ઉપર સવાર કલાકઃ ૧૦.૩૦ થી સાંજના કલાકઃ ૦૬.૦૦ વાગ્યા સુધી (રવિવાર સિવાય) સંપર્ક કરી શકે છે.

 • :: તા.૦૩/૦૧/૨૦૨૨ ::

  SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના ગ્રાઉન્ડ ઇન્ચાર્જશ્રી વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ ગાંધીનગર ખાતે બંદોબસ્તમાં હોવાથી તારીખ 05, 06, 07, 08, 10, 11, 12 જાન્યુઆરી ના રોજ SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવે છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

  મોકુફ રાખવામાં આવેલ તારીખ હાજર રહેવાની નવી તારીખ
  તા.૦૫/૦૧/૨૦૨૨ તા.૨૫/૦૧/૨૦૨૨
  તા.૦૬/૦૧/૨૦૨૨ તા.૨૭/૦૧/૨૦૨૨
  તા.૦૭/૦૧/૨૦૨૨ તા.૨૮/૦૧/૨૦૨૨
  તા.૦૮/૦૧/૨૦૨૨ તા.૨૯/૦૧/૨૦૨૨
  તા.૧૦/૦૧/૨૦૨૨ તા.૩૧/૦૧/૨૦૨૨
  તા.૧૧/૦૧/૨૦૨૨ તા.૦૧/૦૨/૨૦૨૨
  તા.૧૨/૦૧/૨૦૨૨ તા.૦૨/૦૨/૨૦૨૨

  પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢના ગ્રાઉન્ડ ઇન્ચાર્જશ્રી વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ ગાંધીનગર ખાતે બંદોબસ્તમાં હોવાથી તારીખ 06, 07, 08, 10, 11, 12, 13 જાન્યુઆરી નારોજ પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢના મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવે છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

  મોકુફ રાખવામાં આવેલ તારીખ હાજર રહેવાની નવી તારીખ
  તા.૦૬/૦૧/૨૦૨૨ તા.૨૪/૦૧/૨૦૨૨
  તા.૦૭/૦૧/૨૦૨૨ તા.૨૫/૦૧/૨૦૨૨
  તા.૦૮/૦૧/૨૦૨૨ તા.૨૭/૦૧/૨૦૨૨
  તા.૧૦/૦૧/૨૦૨૨ તા.૨૮/૦૧/૨૦૨૨
  તા.૧૧/૦૧/૨૦૨૨ તા.૨૯/૦૧/૨૦૨૨
  તા.૧૨/૦૧/૨૦૨૨ તા.૩૧/૦૧/૨૦૨૨
  તા.૧૩/૦૧/૨૦૨૨ તા.૦૧/૦૨/૨૦૨૨
 • :: તા.૦૧/૦૧/૨૦૨૨ ::

  વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા.૧૦/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૧/૨૦૨૨ અને તા.૧૨/૦૧/૨૦૨૨ નારોજ SRPF ગ્રુપ-૧૨, ગાંધીનગર મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું. રાજયમાં અન્ય ૧૪ જગ્યાએ રાબેતા મુજબ શારીરીક કસોટી ચાલુ રહેશે.

  મોકુફ રાખવામાં આવેલ તારીખ હાજર રહેવાની નવી તારીખ
  તા. ૧૦/૦૧/૨૦૨૨ તા. ૩૧/૦૧/૨૦૨૨
  તા. ૧૧/૦૧/૨૦૨૨ તા. ૦૧/૦૨/૨૦૨૨
  તા. ૧૨/૦૧/૨૦૨૨ તા. ૦૨/૦૨/૨૦૨૨
 • 23-10-2021

  ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત

  જાહેરાત ક્રમાંક : LRB/202122/2

          ગુજરાત પોલીસ દળમા લોકરાક્ષક કેડરની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને  એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની  કુલઃ ૧૦૪પ૯ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્ધારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

  અ.નં.

  સંવર્ગ

  ખાલી જગ્યાની વિગત

  બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક (પુરૂષ)

  ૩૪૯ર

  બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક (મહિલા)

  ૧૭ર૦

  હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક (પુરૂષ)

  પ૩૪

  હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક (મહિલા)

  ર૬૩

  એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ

  ૪૪પ૦

  કુલ

  ૧૦૪પ૯

  ૨/- ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી બિન અનામત અને અનામત વર્ગોની જગ્યાઓની વિગતવારની માહિતી,  શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ લોકરક્ષક ભરતી બોર્ડ-ર૦ર૧ તરફથી પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં જણાવેલ છે. ઓનલાઇન અરજી કરતા પહેલા દરેક ઉમેદવારે કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે.

  ૩/- લોકરક્ષક ભરતી અંગેની વિગતવારની તમામ સુચનાઓ https://ojas.gujarat.gov.in  વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવેલ છે. આ તમામ સુચનાઓ કાળજીપુર્વક વાંચી લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.ર૩/૧૦/૨૦૨૧ (બપોર કલાકઃ ૧પ.૦૦) થી તા.૦૯/૧૧/૨૦૨૧ (રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ પોલીસ ભરતીની જાહેરાતના પેઇજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

  ૪/- પોસ્ટ ઓફીસમાં ફી ભરવાની છેલ્લી તા.૧ર/૧૧/૨૦૨૧ (કચેરી સમય સુધી) તથા ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તા.૧ર/૧૧/૨૦૨૧ (રાત્રિના કલાકઃ ૨૩.૫૯ સુધી) છે.

  પ/- ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્ધારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.

  ૬/- ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફકત એક જ અરજી કરવાની રહેશે અને કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં કોઇપણ કચેરીમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો કોઇપણ કચેરીમાં સ્વીકારવામાં પણ આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

  ૭/- ભરતી અંગેના નિયમો / ઠરાવો / પરિપત્રો http://home.gujarat.gov.in અને http://gad.gujarat.gov.in વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.

હેલ્‍પ લાઇન
હેલ્‍પ લાઇન નંબર :

સવારના કલાક : ૧૦.૩૦ થી સાંજના કલાક ૦૬.૦૦ સુધી

(રવિવાર તથા જાહેર રજાના દિવસ સિવાય)
અમારો સંપર્ક કરો
લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી,
બંગલા નં.ગ-૧ર, સેકટર-૯, સરિતા ઉદ્યાનની નજીક, ગાંધીનગર – ૩૮ર૦૦૭
જાહેર માહિતી અપીલ અધિકારી:
શ્રી વાબાંગ જામીર, આઇ.પી.એસ.,
સભ્ય લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક, ઇન્ટેલીજન્સ-૧, ગુ.રા., ગાંધીનગર
જાહેર માહિતી અધિકારીઃ
શ્રી સમીર જોશી,
સભ્‍ય લોકરક્ષક ભરતી બોર્ડ અને નાયબ સચિવ, (ફરીયાદ અને નશાબંધી), ગૃહવિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર.
મદદનીશ જાહેર માહિતી અધિકારીઃ
શ્રી હિરેન લેઉવા,
સીનીયર કલાર્ક, લોકરક્ષક ભરતી બોર્ડ-ર૦ર૧, ગાંધીનગર.